Mahila Swavalamban Yojana 2024: મહિલા સ્વાવલંબન યોજના આ યોજનાના નામ પરથી તમને ખબર પડી ગઈ હશે કે મહિલાઓના માટે આ યોજના હશે. હા મિત્રો આ યોજનાની અંદર મહિલાઓને બે લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. અને 30,000 રૂપિયા સુધીની સબસીડી પણ મળશે આ યોજનાનું નામ છે મહિલા સ્વાવલંબન યોજના તો આ યોજનાની અંદર કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે આ યોજનાનો કોણ કોણ લાભ મેળવી શકશે તે અંગેની વિગતવાર માહિતી આ પોસ્ટની અંદરથી આપણે મેળવીશું.
Mahila Swavalamban Yojana 2024: યોજનાનો હેતુ
આ યોજનાનો હેતુ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોની જરૂરિયાતમંદ મહિલાઓને સ્વરોજગારી માટે બેન્ક લોન આપી પગ ઘર બનાવવાનું છે.
મહિલા સ્વાવલંબન યોજના માહિતી આ રીતે મહિલાઓને સ્વરોજગારી પૂરી પાડવાથી તે તેમના કુટુંબોની અને તેમની જરૂરિયાતો પૂરી કરી શકે અને તેમને આ યોજના થકી મદદ મળી શકે.
મહિલા સ્વાવલંબન યોજના: પાત્રતા
- આ યોજનાની અંદર ગ્રામ્ય વિસ્તારમાં આવકની મર્યાદા ₹1,20,000 તથા શહેરી વિસ્તારમાં ₹1,50,000 વાર્ષિક આવક થી ઓછી હોવી જરૂરી છે.
- ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારની મહિલાઓ બંનેને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.
- લાભાર્થાની મર્યાદા 21 થી 50 વર્ષની હોવી જોઈએ.
Read More- Tracror sahay Yojana 2024: ટ્રેક્ટર ખરીદવા માટે 60,000 રૂપિયાની સહાય યોજના
યોજના હેઠળ મળતી સહાય
- વ્યક્તિગત મહત્તમ રૂપિયા બે લાખ સુધીની બેંક લોન માટે ભલામણ.
- જેની અંતર્ગત પ્રોજેક્ટ કોસ્ટ ના 15% અથવા મહત્તમ રૂપિયા 30,000 બંનેમાંથી જે ઓછું હોય તે મુજબ સબસીડી મંજૂર કરવામાં આવશે
- જેમાં લોન સહાય મેળવવા ધંધા/ઉદ્યોગની કુલ 307 ટ્રેડની યાદી ઠરાવવામાં સામેલ પરિશિષ્ટ એક મુજબ જોવા મળશે.
પુરાવા અને ડોક્યુમેન્ટ
- આ યોજના ની અંદર ફોર્મ ભરવા માટે યોજનાનું અરજી ફોર્મ બે નકલમાં અરજદારને મહિલા અને બાળ અધિકારી વર્ગ એકની કચેરી તેમજ તેમના તાબા હેઠળ આવતી તાલુકાની તમામ કચેરીઓ સંસ્થાઓમાંથી મળશે.
- ઉંમરનો પુરાવો જેની અંદર શાળા છોડ્યા નું પ્રમાણપત્ર ચૂંટણી કાર્ડ, મેડિકલ સર્ટિફિકેટ પૈકી કોઈપણ એક ચાલશે
- આધાર કાર્ડ રજૂ કરવાનું રહેશે
- તાલીમ/અનુભવનું/આવડતનું પ્રમાણપત્ર
- મશીનરી/ફર્નિચર/કાચ માલનું/પાકું ભાવ પત્રક (અસલ તથા ઝેરોક્ષ સ્વપ્રમાણિત કરીને રજૂ કરવા)
- રેશનકાર્ડ ની ઝેરોક્ષ ની નકલ
- વાર્ષિક આવકનો દાખલો (મામલતદાર/તાલુકાની વિકાસ અધિકાર/ નાયબ મામલતદાર/નાયબ તાલુકા વિકાસ અધિકારી/વિસ્તરણ અધિકારી/તલાટી કમ મંત્રી નું રજૂ કરાવવાનો રહેશે અન્ય પ્રમાણપત્ર માન્ય રાખવામાં આવશે નહીં.)
- તમામ પ્રકારના દસ્તાવેજો બે નકલમાં સ્વપ્રમાણિત કરી અને રજૂ કરવાના રહેશે.
અમલીકરણ કરતી કચેરી
- ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમ
- જિલ્લા કક્ષાએ કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી
- ઓફિશિયલ વેબસાઈટ wcd.gujarat.gov.in
Read More- PM Awas Yojana 2024: પીએમ આવાસ યોજના, આવાસ માટે નવી અરજીઓ શરૂ થઈ છે, આ રીતે અરજી કરવી