Tracror sahay Yojna 2024: ટ્રેક્ટર ખરીદવા માટે 60,000 રૂપિયાની સહાય યોજના તો મિત્રો સરકાર દ્વારા ખેડૂતો માટે સરસ મજાની યોજના બહાર પાડવામાં આવેલી છે કે આ યોજના થકી ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સારી એવી રકમ સરકાર દ્વારા આપવામાં આવે છે અને ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવામાં સહેલાઈ રહે છે. તુ જે કોઈપણ ખેડૂત મિત્રો ટેકટર ખરીદવા માંગતા હોય તે અવશ્ય આ અરજી કરે અને આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવે આ પોસ્ટની અંદર આપણે આ અરજી કેવી રીતે કરવી અને તમને કેટલી સહાય મળશે તે વિશેની ચર્ચા કરીશું.
સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી આ યોજનાનું નામ ટ્રેક્ટર સહાય યોજના છે. આ યોજના ખેતીવાડી સહાય યોજના ની અંદર આવે છે. જેની અંદર ખેતીવાડી ને લગતી ઘણી બધી સહાય મૂકવામાં આવેલ છે.
ખેડૂતો માટે ટ્રેક્ટર સહાય યોજના | Tracror sahay Yojana 2024
જે કોઈપણ ખેડૂત મિત્રોને 40 PTO HP નુ કે તેનાથી વધુ નું ટ્રેક્ટર ખરીદવું હોય તો તે માટે સરકાર સહાય આપે છે.
- તમામ ખેડૂતો માટે 40 PTO HP સુધીનું ટ્રેક્ટર ખરીદવું હોય તો ફુલ ખર્ચના 25% સહાય મળવા પાત્ર છે. મહત્તમ રૂપિયા ૪૫ હજારની મર્યાદામાં આ સહાય મળશે 25% અથવા ₹45000 બંનેમાંથી જે ઓછું છે તે તમને મળવા પાત્ર રહેશે.
- 40 PTO HP થી વધુ અને 60 PTO HP સુધીનું ટ્રેક્ટર ખરીદવા માટે તમામ ખેડૂત મિત્રોને ખર્ચના 25% અથવા રૂપિયા 60,000 જે બંનેમાંથી ઓછું હશે તે મળવા પાત્ર રહેશે.
- બંને પ્રકારના ટેકરો ની અંદર કુલ ખર્ચ ના 25% અથવા રૂપિયા જે બંનેમાંથી ઓછું હશે તે મળવા પાત્ર થશે.
- સહાય સીધી અરજદારના બેન્કના ખાતામાં જમા થશે
Tracror sahay Yojana 2024: પાત્રતા
- આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરનાર ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
- જે ખેડૂત પોતાની જમીન અથવા વન અધિકાર મુજબ જમીનનો ખેડૂત હોય તો તેમને લાભ મેળવવા પાત્ર થશે.
- ટ્રેક્ટર સબસીડી યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે આઇ ખેડૂત પોર્ટલ પરથી ફોર્મ ભરવું જરૂરી છે.
- ટ્રેક્ટરની ખરીદી અધિકૃત વિક્રિતા પાસેથી લાભાર્થી ખેડૂતોને કરવાની રહેશે.
Read More- NAMO Saraswati Yojana 2024: 11મા, 12મા ધોરણના વિદ્યાર્થીઓને મળી રહી છે 25000 રૂપિયાની સ્કોલરશિપ
યોજનામાં લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
જે કોઈપણ ખેડૂત મિત્રોની આ યોજનાની અંદર લાભ લેવા માંગતા હોય તેમને નીચે દર્શાવેલ દસ્તાવેજો ની જરૂર પડશે.
- આધાર કાર્ડ
- બેંકની પાસબુક ની ઝેરોક્ષ અથવા કેન્સલ ચેક
- જાતિનું પ્રમાણપત્ર
- રેશનકાર્ડ ની નકલ
- જો ખેડૂત ટ્રબલ વિસ્તારનો હોય અને જંગલની જમીન મળેલ હોય તો તે જમીનનો પુરાવો રજૂ કરવાનો રહેશે.
- જો ખેડૂત દિવ્યાંગ હોય તો તે અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે
- 7/12 અને 8અ ના જમીનના ઉતારા
- જો એક કરતાં વધારે ખાતેદાર હોય તો ખાતેદારનું સંમતિ પત્રક આપવું જરૂરી છે.
અરજી કેવી રીતે કરવી
- ટ્રેક્ટર સહાય યોજનામાં અરજી કરવા માટે સૌપ્રથમ તમારે આઈ પોર્ટલ વેબસાઈટની અંદર જવાનું રહેશે.
- આઈ પોર્ટલની અંદર વિવિધ યોજનાઓમાં અરજી કરો પર જાઓ.
- ખેતીવાડી યોજનાઓ ની અંદર ટ્રેક્ટર સહાય યોજના પર જઈ અને અરજી કરો પર ક્લિક કરો.
- જો તમે રજીસ્ટર ખેડૂતો હોવ તો આ અથવા ના પર ક્લિક કરી અને નવી અરજી કરો પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારી સામે ખુલેલા ફોર્મ ની અંદર સંપૂર્ણ માહિતી ભરી અને સેવ કરી લો.
- સેવ કર્યા બાદ અરજીની કન્ફર્મ કરી અને તેની પ્રિન્ટ આઉટ લઈ લેવી.
- અરજી કન્ફર્મ કર્યા બાદ જે પ્રિન્ટ નીકળે તેની અંદર દર્શાવેલ કચેરી ની અંદર તમારે તેની અંદર જણાવેલા ડોક્યુમેન્ટો પોસ્ટ કરવાના રહેશે.
ખેડૂત મિત્રો જો તમે પણ ટ્રેક્ટર ખરીદવા માંગતા હોય તો આ યોજનાની અંદર અરજી કરી અને અવશ્ય લાભ મેળવવો.
Read More- PM Free Silai Machine Yojana 2024: મફત સિલાઈ મશીન માટેની અરજી આ રીતે કરવાની રહેશે