Mahila Swavalamban Yojana 2024: મહિલા સ્વાવલંબન યોજના, રૂપિયા ૨,૦૦,૦૦૦/- સુધી સહાય

Mahila Swavalamban Yojana 2024: મહિલા સ્વાવલંબન યોજના આ યોજનાના નામ પરથી તમને ખબર પડી ગઈ હશે કે મહિલાઓના માટે આ યોજના હશે. હા મિત્રો આ યોજનાની અંદર મહિલાઓને બે લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. અને 30,000 રૂપિયા સુધીની સબસીડી પણ મળશે આ યોજનાનું નામ છે મહિલા સ્વાવલંબન યોજના તો આ યોજનાની અંદર કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે આ યોજનાનો કોણ કોણ લાભ મેળવી શકશે તે અંગેની વિગતવાર માહિતી આ પોસ્ટની અંદરથી આપણે મેળવીશું.

Mahila Swavalamban Yojana 2024: યોજનાનો હેતુ

આ યોજનાનો હેતુ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોની જરૂરિયાતમંદ મહિલાઓને સ્વરોજગારી માટે બેન્ક લોન આપી પગ ઘર બનાવવાનું છે.

મહિલા સ્વાવલંબન યોજના માહિતી આ રીતે મહિલાઓને સ્વરોજગારી પૂરી પાડવાથી તે તેમના કુટુંબોની અને તેમની જરૂરિયાતો પૂરી કરી શકે અને તેમને આ યોજના થકી મદદ મળી શકે.

મહિલા સ્વાવલંબન યોજના: પાત્રતા

  • આ યોજનાની અંદર ગ્રામ્ય વિસ્તારમાં આવકની મર્યાદા ₹1,20,000 તથા શહેરી વિસ્તારમાં ₹1,50,000 વાર્ષિક આવક થી ઓછી હોવી જરૂરી છે.
  • ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારની મહિલાઓ બંનેને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.
  • લાભાર્થાની મર્યાદા 21 થી 50 વર્ષની હોવી જોઈએ.

Read More- Tracror sahay Yojana 2024: ટ્રેક્ટર ખરીદવા માટે 60,000 રૂપિયાની સહાય યોજના

યોજના હેઠળ મળતી સહાય

  • વ્યક્તિગત મહત્તમ રૂપિયા બે લાખ સુધીની બેંક લોન માટે ભલામણ.
  • જેની અંતર્ગત પ્રોજેક્ટ કોસ્ટ ના 15% અથવા મહત્તમ રૂપિયા 30,000 બંનેમાંથી જે ઓછું હોય તે મુજબ સબસીડી મંજૂર કરવામાં આવશે
  • જેમાં લોન સહાય મેળવવા ધંધા/ઉદ્યોગની કુલ 307 ટ્રેડની યાદી ઠરાવવામાં સામેલ પરિશિષ્ટ એક મુજબ જોવા મળશે.

પુરાવા અને ડોક્યુમેન્ટ

  • આ યોજના ની અંદર ફોર્મ ભરવા માટે યોજનાનું અરજી ફોર્મ બે નકલમાં અરજદારને મહિલા અને બાળ અધિકારી વર્ગ એકની કચેરી તેમજ તેમના તાબા હેઠળ આવતી તાલુકાની તમામ કચેરીઓ સંસ્થાઓમાંથી મળશે.
  • ઉંમરનો પુરાવો જેની અંદર શાળા છોડ્યા નું પ્રમાણપત્ર ચૂંટણી કાર્ડ, મેડિકલ સર્ટિફિકેટ પૈકી કોઈપણ એક ચાલશે
  • આધાર કાર્ડ રજૂ કરવાનું રહેશે
  • તાલીમ/અનુભવનું/આવડતનું પ્રમાણપત્ર
  • મશીનરી/ફર્નિચર/કાચ માલનું/પાકું ભાવ પત્રક (અસલ તથા ઝેરોક્ષ સ્વપ્રમાણિત કરીને રજૂ કરવા)
  • રેશનકાર્ડ ની ઝેરોક્ષ ની નકલ
  • વાર્ષિક આવકનો દાખલો (મામલતદાર/તાલુકાની વિકાસ અધિકાર/ નાયબ મામલતદાર/નાયબ તાલુકા વિકાસ અધિકારી/વિસ્તરણ અધિકારી/તલાટી કમ મંત્રી નું રજૂ કરાવવાનો રહેશે અન્ય પ્રમાણપત્ર માન્ય રાખવામાં આવશે નહીં.)
  • તમામ પ્રકારના દસ્તાવેજો બે નકલમાં સ્વપ્રમાણિત કરી અને રજૂ કરવાના રહેશે.

અમલીકરણ કરતી કચેરી

  • ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમ
  • જિલ્લા કક્ષાએ કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી
  • ઓફિશિયલ વેબસાઈટ wcd.gujarat.gov.in

Read More- PM Awas Yojana 2024: પીએમ આવાસ યોજના, આવાસ માટે નવી અરજીઓ શરૂ થઈ છે, આ રીતે અરજી કરવી

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top