Vahali Dikri Yojana 2024: ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે મહિલાઓ અને બાળકો માટે ઘણી બધી યોજના શરૂ કરી છે. આનામાંની જ એક મહત્વની યોજના વ્હાલી દીકરી યોજના છે, જે રાજ્યમાં છોકરીઓ અને તેમના પરિવારોની શૈક્ષણિક અને આર્થિક સંભાવનાઓને વધારવા તથા મહિલાઓને સ્વ નિર્ભર બનાવવા માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. તો ચાલો આ યોજના માટેના લાભો, પાત્રતાના માપદંડો અને અરજી પ્રક્રિયાની વિગતવાર માહિતી મેળવીએ.
વ્હાલી દિકરી યોજનાના લાભો | Vahali Dikri Yojana 2024
વહાલી દિકરી યોજના દીકરીઓના શિક્ષણ અને વિકાસને ટેકો આપવા માટે ઘણા નાણાકીય લાભો પ્રદાન કરે છે:
- જ્યારે કોઈ છોકરી પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવે છે, ત્યારે તેને સરકાર તરફથી ₹4,000 મળે છે.
- નવમા ધોરણમાં પ્રવેશ્યા પછી, તેણીને વધારાના ₹6,000 મળે છે.
- જ્યારે છોકરી 18 વર્ષની ઉંમરે પહોંચે છે, ત્યારે તેને રાજ્ય સરકાર તરફથી ₹1,00,000નો અંતિમ હપ્તો મળે છે.
- આમ આ યોજના અંતર્ગત કુલ ₹1,10,000 દીકરીઓના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે
વ્હાલી દીકરી યોજનાની પાત્રતા | Vahali Dikri Yojana 2024
વ્હાલી દીકરી યોજના માટે અરજી કરતા અગાઉ નિચેની પાત્રતા ચકાસી લેવી જરૂરી છે.
જન્મ તારીખ: પુત્રીનો જન્મ 2 ઓગસ્ટ, 2019 ના રોજ અથવા તે પછી થયો હોવો જોઈએ.
કૌટુંબિક સ્થિતિ: આ યોજ્નાની પાત્રતા મુજબ કુટુંબમાં પ્રથમ ત્રણ પુત્રીઓ માટે ઉપલબ્ધ છે.
વૈવાહિક સ્થિતિ: છોકરી ના માતાપિતાએ બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ, 2006 મુજબ કાયદેસરની ઉંમરમાં લગ્ન કર્યા હોવા જોઈએ.
આવક મર્યાદા: કુટુંબની વાર્ષિક આવક ₹2,00,000 થી વધુ ન હોવી જોઈએ.
Vahali Dikri Yojana 2024: માટે જરૂરી દસ્તાવેજો
વ્હાલી દિકરી યોજના માટે અરજદારોએ અરજી કરતા અગાઉ નીચેના દસ્તાવેજોની જરૂર રહેશે.
- પુત્રીનું જન્મ પ્રમાણપત્ર.
- માતાપિતાના આધાર કાર્ડ.
- માતાપિતાના શાળા છોડવાના પ્રમાણપત્રો અથવા જન્મ પ્રમાણપત્રો.
- માતા પિતાની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર.
- પરિવારના તમામ જીવંત બાળકોના જન્મ પ્રમાણપત્રો.
- લાયક દંપતી નું એફિડેવિટ, નિયત ફોર્મેટ મુજબ.
- અરજદારના રેશનકાર્ડની નકલ.
- માતાપિતાની બેંક પાસબુક.
- માતાપિતાના લગ્નનું પ્રમાણપત્ર.
- દીકરીના આધાર કાર્ડની નકલ.
વ્હાલી દિકરી યોજના માટે અરજી કરવાની રીત | Vahali Dikri Yojana 2024
વ્હાલી દિકરી યોજના માટેની અરજી પ્રક્રિયા ની સંપૂર્ણ વિગત અમે અહીં સ્ટેપ બાય સ્ટેપ આપેલ છે.
ગ્રામીણ અરજદાર: અરજી કરવા માટે વિલેજ સિવિક એન્ટિટી (VCE) પંચાયત ઓફિસની મુલાકાત લો.
શહેરી અરજદારો: અરજીમાં મદદ માટે તાલુકા ઓફિસ પર જાઓ.
- દિકરીના વાલીએ સૌ પ્રથમ નિયત ફોર્મેટમાં અરજી ફોર્મ ભરવું આવશ્યક છે.
- ત્યારબાદ ફોર્મ ચકાસણી માટે જરુરી દસ્તાવેજો અને ફોટો વગેરે સાથે જોડો
- ગ્રામીણ વિસ્તારોમાં VCE અથવા શહેરી વિસ્તારમાં તાલુકા ઓપરેટર દ્વારા ફોર્મની ચકાસણી કરવામાં આવશે.
- એકવાર અરજીની ચકાસણી થઈ જાય, પછી ગ્રામ પંચાયત VCE અથવા તાલુકા ઓપરેટર ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા તમારૂ ફોર્મ ઓનલાઈન સબમિટ કરશે.
- સફળ સબમિશન પછી, અરજદારોને VCE અથવા તાલુકા ઓપરેટર તરફથી એક રસીદ પ્રાપ્ત થશે, જે તમારે સાચવીને તમારી પાસે રાખવાની રહેશે.
યોજનાનું અરજી ફોર્મ ડાઉનલોડ કરવા :- અહીં ક્લિક કરો
મિત્રો, આ યોજનાનો મુખ્ય ઉદેશ્ય દીકરીઓના જન્મદરમાં વધારો કરવા, શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા તેમજ બાળલગ્ન પ્રથા અટકાવવાના છે, તો ગુજરાત સરકારની આ યોજના તમને કેવી લાગી તે તમે કોમેન્ટ કરીને જરુરથી જણાવજો.
Read More- Nabard Yojana 2024: નાબાર્ડ યોજના 2024, ગ્રામીણ વિસ્તારોમાં ડેરી ફાર્મિંગ માટે ઓછા વ્યાજ દરે લોન
વાલી દિકરી યોજના માટે
Haa
Amare joey6
Haa
Amare joey6
Shu karvu padshe
Mukund c Tank
Pingback: Free Solar Chulha Yojana 2024: તમે આ રીતે મફત સૌર ચૂલા યોજના માટે અરજી કરી શકો છો - Guj Adda