Pm Kisan Mandhan Yojana: કેન્દ્ર સરકારને પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના કે જે ખેડૂતો માટે સારી એવી યોજના જે ખુલ્લી મુકવામાં આવેલી છે. આ યોજના ખેડૂતો માટે છે કે જે 60 વર્ષ પછી તેમને પેન્શન મળે. આ યોજનાની અંદર કોઈપણ ખેડૂત કે જે પાત્રતા ધરાવતા હોય છે. તે ખેડૂતો આ યોજનાનો લાભ લઇ શકે છે અને આ યોજના થકી 60 વર્ષની ઉંમર પછી તે ગેરંટેડ પેન્શન મેળવી શકે છે. મિત્રો આ યોજના ને કઈ રીતે લાભ મેળવવો અને શું પાત્રતાઓ છે તે વિશેની જાણકારી આ લેખની અંદર મેળવીશું.
Pm Kisan Mandhan Yojana 2024
આ યોજનાની અંદર તમને 60 વર્ષ પછી સરકાર દ્વારા તમારા ખાતાની અંદર સીધા મહિને ₹3,000 ની પેન્શન મળશે. આ યોજનામાં તમારે દર મહિને 50 રૂપિયા જમા કરાવવાના રહેશે. આ યોજના થકી ખેડૂતને નિવૃત્તિ પછી તેમની આર્થિક સહાય પૂરી પાડવાની છે.
આ યોજનાની અંદર અલગ અલગ ઉંમર પ્રમાણે અલગ અલગ અમાઉન્ટ તમારે દર મહિને પે કરવાના રહેશે તમે જેટલું યોગદાન આપશો એટલું ને એટલું જ સરકાર તરફથી જમા થશે. જો આ યોજના ચાલુ દરમ્યાન જો લાભાર્થી નું મૃત્યુ થઈ જાય છે તો 50% પેન્શન તેમની પત્નીને મળવા પાત્ર છે.
Read More- Gujarat Kusum Yojana 2024: ગુજરાત કુસુમ યોજના, ખેડૂતને સોલાર પંપ માટે 90% સબસિડીનો લાભ મળશે
પીએમ કિસાન માનધન યોજના પાત્રતા
- પીએમ કિસાન માનધન યોજના નો લાભ લેવા માટે લાભાર્થીની ઉંમર 18 થી 40 વર્ષ હોવી જોઈએ.
- 60 વર્ષ પછી ટેન્શન મળવા પાત્ર થશે.
- આ યોજના નાના અને સીમાંત ખેડૂતો માટે છે.
- બે હેક્ટર સુધીની જમીન
- લાભ લેનાર અમુક પ્રકારનો વ્યવસાયો જેવા કે ડોક્ટર,એન્જિનિયર અને વકીલો આ યોજના માટે લાભ નહીં લઈ શકે.
- કોઈપણ પ્રકારની તમે પહેલાથી પેન્શન યોજના સાથે જોડાયેલા ના હોવા જોઈએ.
Pm Kisan Mandhan Yojana: જરૂરી દસ્તાવેજો
આ યોજનાની અંદર લાભ લેવા માટે તમારે ઘણા બધા ડોક્યુમેન્ટની કાંઈ પણ જરૂર નથી માત્ર નીચે દર્શાવેલ ડોક્યુમેન્ટ ની જ તમારે જરૂર પડશે.
- આધારકાર્ડ
- બેંકની પાસબુક ની ઝેરોક્ષ
અરજી કરવાની જાણો રીત
આ યોજનાની અંદર અરજી કરવા માટે તમારે બે પ્રકાર થી અરજી થઈ શકે છે જેમાં તમે તમારા નજીકના csc સેન્ટરમાં જઈને અરજી કરાવી શકો છો અને તમે ઓનલાઇન તમારા જાતે પણ અરજી કરી શકો છો.
- ઓનલાઇન અરજી કરવા માટે તમારે આ વેબસાઈટ ઉપર જવાનું રહેશે.
- અરજી કરવા ક્લિક હિયર ટુ અપ્લાય પર ક્લિક કરો.
- પછી સેલ્ફ એન્ડ્રોઇડ પર ક્લિક કરી અને તમારો મોબાઈલ નંબર નાખી અને જનરેટ ઓટીપી કરો.
- ઓટીપી અને કેપ્ચા નાખીને પ્રોસેસ પર ક્લિક કરો.
- ત્યારબાદ એન્ટ્રોલ નેટ પર ક્લિક કરી અને કિસાન માન ધન યોજના પર ક્લિક કરો પછી ફોર્મ ખૂલી જશે.
- તેની અંદર તમારે તમારી સચોટ અને સાચી માહિતી તમામ ની અંદર કરવાની રહેશે. અને ત્યારબાદ બોક્સ ઉપર યસ ક્લિક કરી અને સબમીટ કરી દો.
- ત્યારબાદ તમારે પ્રિન્ટ આઉટ કરવાની રહેશે ફોર્મની અને તે ફોર્મ પર સહી કરી અને ફરીથી અપલોડ કરી કરવાનું રહેશે.
- ત્યારબાદ અપલોડ કર્યા પછી તમારું એન્ટ્રોલમેન્ટ થઈ જશે અને સ્ક્રીન ઉપર તમને યોગદાન ના પૈસા લખેલા આવશે અને તે પ્રમાણે તમારા નાખેલ બેંક ખાતાની અંદરથી ડાયરેક્ટ પૈસા કપાઈ જશે.
તો મિત્રો આ પીએમ કિસાન માનધન યોજના ની અંદર જો તમે લાભ લેવા માગતા હો તો ઉપર બતાવેલ શરતો અને નિયમો પ્રમાણે તમે લાભ મેળવી શકો છો.
ઓફિસિયલ વેબસાઈટ પર જવા માટે :– અહીં ક્લિક કરો