Smartphone Sahay Yojana

Smartphone Sahay Yojana 2024 : ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના 2024, 6000 રૂપિયાની સહાય મેળવો

Smartphone Sahay Yojana 2024: સ્માર્ટફોન સહાય યોજના આ યોજનાએ ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. આ યોજનાની અંદર ખેડૂતો માટે સ્માર્ટફોન ખરીદવા માટે સહાય આપવામાં આવે છે.

આ ડિજિટલ યુગ ની અંદર ખેડૂતો પણ સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકે અને આપણી ખેતીને વધુ ડિજિટલ બનાવી અને તેમાં તેનો ઉપયોગ કરી શકે તે માટે સરકારશ્રી દ્વારા આ બહુ જ સારો નિર્ણય લેવામાં આવેલો છે જેના કારણે ખેડૂતો સ્માર્ટફોન ખરીદી અને તેનો ઉપયોગ ખેતી ની અંદર પણ ઘણી બધી રીતે કરી શકે છે. તો આ યોજનાનો લાભ કઈ રીતે મેળવવો અને તેની પાત્રતાઓ શું શું છે તે વિશેની વિસ્તાર ચર્ચા આપણે આ લેખની અંદર કરીશું.

સ્માર્ટફોન સહાય યોજના એ ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા મુકવામાં આવેલી છે તેના થકી જે કોઈપણ ખેડૂત ખાતેદાર હશે તે જ આ યોજનાનો લાભ લઇ શકશે તે સિવાયના અન્ય લોકો આ યોજનાનો લાભ લઇ શકશે નહીં. તમારા નામ 8-અ મુજબ ખેડૂત ખાતેદાર હોવું જરૂરી છે.

પાત્રતા અને શરતો | Smartphone Sahay Yojana 2024

  • આ યોજના નો લાભ લેવા માટે ખેડૂતે ગુજરાતનો હોવો જરૂરી છે અન્ય કોઈ રાજ્યો માટે આવી કોઈ પણ પ્રકારની યોજના મૂકવામાં આવેલી નથી.
  • સ્માર્ટફોન સહાય યોજનામાં અરજી કરનારના આઠ અ મુજબ ખેડૂત ખાતેદારો હોવો જોઈએ.
  • આ યોજનામાં અરજી કર્યા બાદ ખેતીવાડી વિભાગ માંથી મંજૂરી પછી જ તમારે સ્માર્ટફોન ખરીદવાનો રહેશે.
  • સ્માર્ટફોન ખરીદવાનું પાકું બિલ હોવું જરૂરી છે.
  • સ્માર્ટ ફોનની ખરીદી કર્યા બાદ તમારે ગ્રામ સેવકની પાસે સમયસર જરૂરી દસ્તાવેજો જમા કરાવવાના રહેશે.
  • આ યોજનાની અંદર ઓનલાઇન ફોર્મ વહેલા તે પહેલા ધોરણે ભરવામાં આવે છે જે કોઈપણ તાલુકાની અંદર લક્ષ્યાંક પૂરું થઈ જવાથી તે તાલુકાની અરજીઓ બંધ કરી દેવામાં આવશે.

Read More- PM Kisan Yojana Online Registration: નવી એપ્લિકેશન બનાવો અને આ રીતે KYC અપડેટ કરો

Smartphone Sahay Yojana 2024: સહાય

આ યોજનાની અંદર જો ખેડૂત મિત્રોએ સ્માર્ટફોનની ખરીદી કરી હોય તો ખેડૂત મિત્રોને સરકાર તરફથી ખરીદેલ સ્માર્ટફોનના કુલ ખર્ચની 40% અથવા તો વધુમાં વધુ 6000 રૂપિયા સહાય આપવામાં આવે છે. જે કંઈ પણ બંનેમાંથી ઓછું હશે તેટલી સહાય મળવા પાત્ર થશે વધુમાં વધુ આ યોજના ની અંદર છ હજાર રૂપિયા મળવા પાત્ર છે. આ રીતે આ યોજનાની અંદર સહાય મળવા પાત્ર છે જે તમારા બેન્ક એકાઉન્ટની અંદર સીધા પૈસા જમા થશે જરૂરી ડોક્યુમેન્ટ અને પુરાવા જમા કરાવ્યા બાદ.

સ્માર્ટફોન સહાય યોજના 2024: અરજી કરવાની રીત

  • ખેડૂત મિત્રોને આ યોજનામાં ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે.
  • ઓનલાઇન ફોર્મ તમારે ગુજરાત સરકારની આઈ પોર્ટલ વેબસાઈટ ઉપર ભરવાનું રહેશે.
  • આ યોજના આઈ પોર્ટલ પર ખેતીવાડી યોજનાઓ ની અંદર મૂકવામાં આવેલ છે.
  • આ યોજનાનું નામ સ્માર્ટફોન સહાય યોજના છે.
  • આ યોજના પર જઈ અને તમારે તમારી સંપૂર્ણ માહિતી ભરી અને અરજી કન્ફર્મ કરવાની રહેશે.
  • અરજી કન્ફર્મ કર્યા બાદ તમારે અરજીની પ્રિન્ટ લઈ લેવાની રહેશે.
  • ઓનલાઇન અરજી કર્યા બાદ તમને મંજૂરી મળે ત્યાર પછી સ્માર્ટફોન ની ખરીદી કરવાની રહેશે.

જરૂરી દસ્તાવેજો

  • આધારકાર્ડ ની નકલ
  • બેંક પાસબુક ની નકલ અથવા કેન્સલ ચેક
  • 7 12 અને 8અ જમીનના ઉતારા
  • સ્માર્ટફોન ખરીદનું જીએસટી વાળું બિલ

આ રીતે ઉપર જણાવેલ ઓનલાઇન અરજી કરવાની રીત પ્રમાણે તમે ઓનલાઇન અરજી કરી અને જરૂરી દસ્તાવેજો થી જો તમે પાત્રતા ધરાવતા હો તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો.

Read More- PMEGP Loan Yojana 2024: PMEGP લોન યોજના, સરકાર આપી રહી છે 50 લાખ સુધીની લોન, આ રીતે કરવાની રહેશે અરજી

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *