Gujarat Two Wheeler Yojana 2024 : ગુજરાત સરકાર આપશે ટુ વ્હીલર ખરીદવા માટે 30,000 હજાર ની સબસીડી

Gujarat Two Wheeler Yojana 2024: મોટરસાયકલ સહાય યોજના કે જેમાં સરકાર દ્વારા તમને સહાય આપવામાં આવશે આ યોજના ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી છે આ યોજના ની અંદર મળવાપાત્ર સહાયમાં 60 ટકા કેન્દ્ર સરકારનો અને 40% રાજ્ય સરકારનો ફાળો રહેશે. જેની અંદર તમને મોટરસાયકલ ખરીદવા માટે સબસીડી મળશે. મોટરસાયકલ ખરીદવા માટે તમને 45000 રૂપિયા સુધી સહાય મળવા પાત્ર થશે આ યોજનાની અંદર. આ યોજનાની અંદર કઈ રીતે ફોર્મ ભરવા તેની પાત્રતા શું છે તે વિશેની વિગતવાર ચર્ચા આપણે આ લેખની અંદર કરીશું.

ટુ વ્હીલર યોજના 2024 લાભ | Gujarat Two Wheeler Yojana

  • આ યોજનાની અંદર જે કોઈપણ જનરલ કેટેગરીમાં હશે તેમને આઈસ બોક્સ સાથે મોટરસાયકલ યુનિટ કોસ્ટ રૂપિયા 75 હજારની ખરીદી સામે ૪૦ ટકા સહાય આપવામાં આવશે. જેની અંદર મહત્તમ રૂપિયા 30,000 સુધીની સહાય આપવામાં આવશે. ખરીદેલ યુનિટમાં 40% અથવા તો ત્રીસ હજાર જે બંનેમાંથી ઓછું હશે તે મળવા પાત્ર થશે.
  • આ યોજનામાં જે મહિલા કે એસ.સી એસટી કેટેગરીના લાભાર્થીઓ છે તેમના માટે 60% સુધીની સબસીડી મળવા પાત્ર રહેશે. એટલે કે ૪૫ હજાર રૂપિયા સહાય આપવામાં આવશે. 45000 રૂપિયા અથવા તો ખરીદ કિંમતના 60 ટકા જે બંનેમાંથી ઓછું હશે તે મળવા પાત્ર થશે. આ રીતે આ યોજનાની અંદર આ પ્રમાણે લાભ મળવા પાત્ર રહેશે.

ટુ વ્હીલર યોજના 2024 જરૂરી દસ્તાવેજો | Gujarat Two Wheeler Yojana 2024

  • જાતિ નો દાખલો સક્ષમ અધિકારી દ્વારા આપેલો હોવો જોઈએ ફક્ત અનુસૂચિત જાતિ અને જનજાતિ લાભાર્થી માટે.
  • બેંક પાસબુક અથવા કેન્સલ ચેક
  • રેશનકાર્ડ
  • લાભાર્થી નો ફોટો અને સંસ્થા કે મંડળી હોય તો તેમના પ્રમુખ નો ફોટો
  • આધાર કાર્ડ
  • પ્રોજેક્ટ રિપોર્ટ
  • ઓથોરાઇઝ ડીલર નું કોટેશન બિલ
  • માછલી વેચવા માટેનું લાયસન્સ ની નકલ

ટુ વ્હીલર યોજના 2024 જોડાણ સાથે દસ્તાવેજો | Gujarat Two Wheeler Yojana 2024

  • ખરીદ કરવામાં આવેલ વાહનનું જીએસટી વાળું ઓથોરાઈઝ ડીલર નું બિલ.
  • ખરીદ કરેલ વાહન સાથે નો એક ફોટોગ્રાફ.
  • અરજદાર દ્વારા ચુકવણું કરવામાં આવેલ રકમ ની પહોંચ

ટુ વ્હીલર યોજના 2024 અરજી કરવાની રીત | Gujarat Two Wheeler Yojana

  • મોટરસાયકલ સહાય યોજના ની અંદર અરજી કરવા માટે સૌપ્રથમ તમારે આઈ પોર્ટલની વેબસાઈટમાં જવાનું રહેશે.
  • ત્યારબાદ વિવિધ યોજનાઓમાં અરજી કરો તેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ મત્સ્ય પાલનની યોજનાઓ પર ક્લિક કરો.
  • આ યોજના ઉપર ક્લિક કરવાથી ઘણી બધી યોજના ફુલ છે જેની અંદર મોટર સાયકલ બોક્સ યોજના માં જઈ અને અરજી કરો પર ક્લિક કરો.
  • આ યોજના માં જઈ અને તમે તમારું ડીટેલ ભરી અને અરજી સેવ કરવાની રહેશે.
  • અરજી સેવ કર્યા બાદ કન્ફર્મ કરી અને તેની પ્રિન્ટ કઢાવી લેવી.
  • પ્રિન્ટ કઢાવ્યા બાદ જે તે કચેરી પ્રિન્ટ ની અંદર આપેલી હોય ત્યાં તમારે જરૂરી ડોક્યુમેન્ટ મૂકવાના રહેશે.

તો મિત્રો આ રીતે આ યોજનાની અંદર ફોર્મ ભરવાના રહેશે અને આપ ઉપર બતાવેલ પ્રમાણે લાભ મળવા પાત્ર રહેશે તમે પણ અરજી કરવા માગતા હોય તો ઉપર દર્શાવેલ પ્રમાણે અરજી કરી શકો છો.

Read More- Gujarat Kusum Yojana 2024: ગુજરાત કુસુમ યોજના, ખેડૂતને સોલાર પંપ માટે 90% સબસિડીનો લાભ મળશે

1 thought on “Gujarat Two Wheeler Yojana 2024 : ગુજરાત સરકાર આપશે ટુ વ્હીલર ખરીદવા માટે 30,000 હજાર ની સબસીડી”

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top