PM Kisan Mandhan Yojana

PM Kisan Mandhan Yojana: દિવસના 2 રુપીયા ખર્ચીને ખેડુતોને મળશે મહિને 3000 રુપીયાનું પેન્શન

PM Kisan Mandhan Yojana 2024: હેલ્લો ખેડુત મિત્રો, આજે આપણે એવી એક સરકારી યોજના વિષે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમા તમે માત્ર 55 રુપિયાના મહિનાના રોકાણથી 3000 રુપિયાનું પેન્શન મેળવી શકશો. પ્રાધનમંત્રી કિસાન માનધન યોજનાની શરૂઆત વર્ષ ૨૦૧૯ માં કરવામાં આવેલ હતી.

આ યોજના અંતર્ગત નાના અને સીંમાત ખેડુતોને સરકાર દ્વારા આર્થિક લાભ આપવાનો છે. આ યોજના માટે લાભાર્થીની ઉમર ૧૮ થી ૪૦ વર્ષની વચ્ચેની હોવી જરુરી છે. તો આજે આપણે આ યોજના માટે જરુરી લાયકાતો અને અરજીની વિગતો વિષે સંપુર્ણ માહિતી મેળવીશું.

PM Kisan Mandhan Yojana 2024: પાત્રતા

  • આ યોજના માટે ૧૮ થી ૪૦ વર્ષ સુધીના ખેડુતો અરજી કરી શકશે.
  • માત્ર નાના અને સીંમાત ખેડુતો આ યોજનાનો માટે લાયક ગણાશે,
  • આ યોજના માટે અરજી કરનાર ખેડુત ૨ હેકટર કરતાં ઓછી જમીન ધરાવતા હોવા જોઈએ.

Read More- PM Ujjwala Yojana 2.0: જો તમે ફ્રી ગેસ સિલિન્ડર મેળવવા માંગો છો તો ઉજ્જવલા સ્કીમ માટે રજીસ્ટ્રેશન કરો

PM Kisan Mandhan Yojana 2024: કેટલું રોકાણ કરવું પડશે

પીએમ કિસાન માનધન યોજનમાં ખેડુત ભાઈઓ જો ૧૮ વર્ષની ઉમરથી ખાતુ ખોલાવી અને રોકાણની શરૂઆત કરે છે તો તે ખેડુત ભાઈને માત્ર મહિને ૫૫ રુપિયના રોકાણથી શરુઆત કરવાની રહેશે જ્યારે જો કોઈ ખેડુત ૩૦ વર્ષની ઉમરે આ યોજનમાં જોડાય છે તો તે માત્ર મહિને ૧૧૦ રુપિયાના રોકાણથી શરુઆત કરવાની રહેશે. જ્યારે કોઈ ખેડુત ભાઈ ૪૦ વર્ષની ઉમરે જોડાય છે તો તેને દર મહિને ૨૨૦ રુપિયાના રોકાણથી શરુઆત કરવાની રહેશે. 

PM Kisan Mandhan Yojana: પેન્શનની રકમ

આ યોજના અમે ઉપર જણાવ્યા મુજબ ખેડુત ભાઈ ૪૦ વર્ષની ઉમર પહેલા આ યોજનામાં જોડાઇ અને રોકાણની શરૂઆત કરે છે તો તેમને પાકતી મુદતે એટલે કે ૬૦ વર્ષની ઉમરથી ખેડુત ભાઈઓને દર મહિને ૩૦૦૦ રૂપિયાનું પેન્શન મળવાની શરૂઆત થઈ જશે. તો ખેડુત ભાઈઓને વાર્ષિક ૩૬૦૦૦ રુપિયાનું પેન્શન ૬૦ વર્ષની ઉમર પછી મળશે. જો કોઈ કિસ્સ્માં ખેડુતનું મુત્યુ થાય તો તેની પત્નીને ૫૦ ટ્કા રકમ આપવામાં આવશે.

PM Kisan Mandhan Yojana 2024: અરજી ક્યાં કરવી?

જે ખેડુત ભાઈઓ આ યોજના માટે અરજી કરવા માંગે છે તેઓ સત્તાવાર પોર્ટ્લની મદદ લઈ શકે છે પરંતુ જો તમે ઓફલાઈન અરજી કરવા માંગતા હોવ તો નજીકના CSC સેન્ટર પર જાઓ. જ્યાં તમે આધારકાર્ડ અને તમારો બેંક ખાતાની મદદથી રજીસ્ટ્ર્શન કરવવું પડશે તેમજ અન્ય જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે ૭/૧૨ અને ૮-અ ની પણ જરુર રહેશે.

તમારે અકાઉન્ટ ખોલાવ્યા બાદ ઓટો-ડેબીટ ફરિજીયાત ચાલુ કરવાવું પડશે જેની મદદથી હપ્તાની રકમ દર મહિને તમારા ખાતમાંથી ક્ટ થઈ શકે અને તમને છેલ્લે પેન્શન નંબર મળશે જેને સેવા કરીને સાચવી રાખો જે પાકતી મુદતે તમારે તેની જરુર રહેશે.

Read More- Jan Dhan Yojana 2024: સરકાર દરેક વ્યક્તિને 10,000 રૂપિયા આપી રહી છે, આ રીતે લાભ મેળવો

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *