NAMO Saraswati Yojana: ગુજરાત સરકાર દ્વારા શાળાની છોકરીઓની શૈક્ષણિક સફરને વધુ સારો બનાવવા માટે નમો સરસ્વતી યોજનાનો શુભ આરંભ કર્યો છે. જે શાળાની વિદ્યાર્થિનીઓના શિક્ષણ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ યોજના ફક્ત ગુજરાત માટે જ છે તે બીજા કોઈ રાજ્યની અંદર આ પ્રકારની કોઈ પણ યોજના સરકાર દ્વારા બહાર પાડવામાં હજુ સુધી આવી નથી. આ યોજના વર્ષ 2024-25 ના બજેટમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જાહેર કરવામાં આવેલી હતી. તો ચાલો જાણીએ કે આ યોજનામાં શું શામેલ છે, અને તેના માપદંડ સરકારે શું નક્કી કર્યા છે અને ગુજરાત નમો સરસ્વતી યોજના માટે કેવી રીતે અરજી કરવી તેની વિશે સંપૂર્ણ માહિતી આ લેખમાંથી મેળવીશું.
NAMO Saraswati Yojana 2024
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક જબરજસ્ત યોજના શરૂ કરીને, નમો સરસ્વતી યોજના હેઠળ ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીનીઓને વિજ્ઞાનનું શિક્ષણ મેળવવાની સપનું સાકાર કરવા. આ યોજના હેઠળ, વિદ્યાર્થીઓને ₹12,000 ની વાર્ષિક નાણાકીય સહાય મળે છે.
આ પહેલનો પ્રાથમિક ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસાને ઉત્તેજન આપવાનો છે. વધુમાં, તેનો હેતુ ગુજરાતના શૈક્ષણિક વર્ગને વધારતા ડિજિટલ શિક્ષણ સાધનોને મેળવવાનો છે.
NAMO Saraswati Yojana: શિષ્યવૃત્તિ લાભો
- કન્યાઓ માટે શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે, ગુજરાત સરકાર ધોરણ 9 થી 12 સુધી વિજ્ઞાનનો અભ્યાસ કરતી છોકરીઓને ₹10,000 થી ₹12,000 સુધીની શિષ્યવૃત્તિ આપે છે.
- 10 લાખ જેટલા વિધાર્થી આ યોજના નો લાભ લઈ સકશે .
- કુલ બજેટ 1250 કરોડ.
યોગ્યતાના માપદંડ
આ તકનો લાભ લેવા માટે, ઉમેદવારો ગુજરાત રાજ્યની શાળામાં ધોરણ 11 અથવા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં નોંધાયેલા ગુજરાતના કાયમી રહેવાસી હોવા જોઈએ.
11 માં ધોરણ ની અંદર જો લાભ લેવા માંગતા હો તો 10 માં ધોરણ ની અંદર ઓછામાં ઓછા 60% હોવા જરૂરી છે.
NAMO Saraswati Yojana 2024: અરજી પ્રક્રિયા
નમો સરસ્વતી યોજનાની સતાવાર વેબસાઈટ દ્વારા સરળતાથી ઓનલાઈન અરજી કરો. ફક્ત નીચે દર્શાવેલ પગલાં અનુસરો:
- યોજનાની સતાવાર વેબસાઇટની મુલાકાત લો.
- ત્યારબાદ “નાગરિક સેવાઓ” પર ક્લિક કરો.
- “નમો સરસ્વતી યોજના” પસંદ કરો.
- જરૂરી વિગતો સાથે ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- માહિતી ચકાસો અને “સબમિટ કરો” પર ક્લિક કરો.
- ભવિષ્યના સંદર્ભ માટે ભરેલા ફોર્મની પ્રિન્ટઆઉટ મેળવો.
સ્કોલરશીપ માટે અરજી
Super