Tar fencing yojana 2024: ખેતરની ફરતે કાંટાળી ફેનસીંગ તાર ની વાડ બનાવવા માટે નિયમો, શરતો અને દસ્તાવેજો

Tar fencing yojana 2024: સરકાર દ્વારા ખેડૂતો માટે આ સરસ મજાની યોજના બહાર પાડવામાં આવેલી છે જેના થકી ખેડૂતોને જંગલી ભૂંડ નીલગાય જેવા અલગ અલગ પ્રાણીઓથી ખેડૂતોનો પાક સુરક્ષિત રહે. સરકાર દ્વારા ફેન્સીંગ તારની વાડ માટેની આ યોજના બહાર પાડવામાં આવેલી છે જેનામાં ખેડૂતોને ખેતરમાં તાર ફેન્સીંગની વાળ કરવા માટે સબસીડી આપવામાં આવે છે. આ યોજનાના કારણે ખેડૂતોના પાકને સુરક્ષા મળી રહે છે અને આ યોજના માટે કઈ રીતે કરવી તેના માટેની નિયમો અને શરતો શું છે તે બધા વિશે વિગતવાર માહિતી મેળવીએ.

ફેન્સીંગ તાર યોજના માટેના નિયમોને શરતો

આ યોજનાનો લાભ મેળવવા માટે સરકાર દ્વારા કેટલાક નિયમો અને શરતો મૂકવામાં આવેલી છે તેની અંદર બંધબેસતા ખેડૂતો એ આ યોજનાનો લાભ સહેલાઈથી મેળવી શકશે. જે નિયમો અને શરતો નીચે પ્રમાણે છે.

  • ઓછામાં ઓછા બે હેક્ટર જમીન
  • 1 હેક્ટર=6.25 વીઘા, 2 હેક્ટર=12.50
  • બે અથવા બેથી વધારે ખેડૂતોનું જૂથ બનાવવાનું
  • એક ખેડૂતને ગ્રુપ લીડર નક્કી કરવાનો રહેશે
  • અરજી થયા બાદ દસ દિવસની અંદર જિલ્લા ખેતીવાડી અધિકારીને અરજીની પ્રિન્ટ અને જરૂરી દસ્તાવેજો જમા કરાવવાના રહેશે

Read More- PM Awas Yojana 2024: પીએમ આવાસ યોજના, આવાસ માટે નવી અરજીઓ શરૂ થઈ છે, આ રીતે અરજી કરવી

ફેન્સી તારની યોજના માટે જરૂરી દસ્તાવેજ | Tar fencing yojana 2024

  • ઓનલાઇન અરજીની સહી વાળી પ્રિન્ટ
  • સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાહેધરી પત્રક
  • 7/12, 8- અ નકલ
  • બેંક પાસબુક ની નકલ અથવા રદ થયેલ ચેક
  • આધાર કાર્ડ ની નકલ
  • કબુલાત નામુ અને સ્વ ઘોષણાપત્રક
  • ડી માર્શન વાળો નકશો

આ પ્રમાણેના દસ્તાવેજો તમારે ખેતીવાડી કચેરીની અંદર રજૂ કરવાના રહેશે.

યોજનામાં અરજી કેવી રીતે કરવી

આ યોજનાની અંદર તમારે લાભ લેવા માટે આ યોજના આઈ પોર્ટલની અંદર ખુલ્લી મુકવામાં આવે છે સરકાર દ્વારા. એટલે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે.

  • સૌપ્રથમ તમારે આઈ પોર્ટલ ની વેબસાઈટ ઉપર જવાનું છે.
  • ત્યારબાદ વિવિધ યોજનાઓમાં અરજી કરો.
  • ખેતીવાડીની યોજનાઓમાં જઈ અને તમારે તાર ફેન્સીંગ કાંટાળી વાડ માટેની યોજના માં અરજી કરો પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ જો તમે રજીસ્ટ્રેશન કરેલું હોય તો હા અથવા તો ના પર ક્લિક કરી અને આગળ વધો.
  • રજીસ્ટ્રેશન ના કરેલું હોય તો તમારી આગળ નવી અરજી પર ક્લિક કરશો એટલે એક ફોર્મ પ્રકારનું ટેબ ખુલશે.
  • આ ફોર્મ ની અંદર તમારે તમારી બધી સાચી માહિતી ભરવાની રહેશે અને અરજી સેવ કરવી.
  • અરજી સેવ કર્યા બાદ અરજી કન્ફર્મ કરી લેવી અને પ્રિન્ટ કઢાવી લેવી.
  • પ્રિન્ટ કર્યા પછી ત્યારબાદ કચેરી ની અંદર પોસ્ટ દ્વારા ઉપર જણાવેલ દસ્તાવેજો મોકલી દેવા

પૂર્વ મંજૂરી મળ્યા બાદ શું કરવું

  • તાર ફેન્સીંગ બનાવવાની કામગીરી 120 દિવસમાં પૂરી કરવાની રહેશે.
  • સામાન ખરીદીનું જીએસટી વાળું બિલ અને બીજા ડોક્યુમેન્ટ મેળવી લેવા.
  • સ્થળ ચકાસણી ત્યારબાદ થશે.
  • સહાય બેંક ખાતામાં જમા થશે.
  • ખેતીવાળી જમીન પર જ સહાય મળવા પાત્ર.
  • કેટલી સહાય? : રનીંગ મીટર દીઠ રૂપિયા 200 અથવા 50% આ બંનેમાંથી જે ઓછું હોય તે

તો મિત્રો આ પ્રમાણે તાર ફેન્સી કાંટાળી વાડ બનાવવા માટેની યોજનામાં તમે અરજી કરી શકો છો અને ઉપર બતાવેલા જરૂરી દસ્તાવેજો અને નિયમો શરતો આધીન તમે આરજી નો લાભ લઇ શકો છો.

Read More- Tar fencing yojana 2024: ખેતરની ફરતે કાંટાળી ફેનસીંગ તાર ની વાડ બનાવવા માટે નિયમો, શરતો અને દસ્તાવેજો

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top