Indian currency by RBI: RBIએ પહેલીવાર છાપી આવી નોટ, જાણો કોની તસવીર છપાઈ છે

Indian currency by RBI: નમસ્કાર મિત્રો, જો તમને માહિતી ના હોય તો અમે જણાવી દઈએ કે રંગબેરંગી ભારતીય કરન્સી એટલે કે ચલણને જાહેર કરવાનો અધિકાર ફક્ત દેશના રિઝર્વ બેન્ક પાસે હોય છે. આરબીઆઈ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલ નોટ જ સમગ્ર દેશભરમાં માન્ય ગણવામાં આવે છે. આપણે હાલમાં જાણીએ છીએ તેમ ભારતીય ચલણ એટલે કે કરન્સીમાં પાછળના કેટલાક વર્ષોમાં તેના રંગ અને ડિઝાઇનમાં ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે. આપણે જાણીએ છીએ તેમ ભારત દેશમાં રોકડ લેવડદેવડ એ ઘણા સમયથી ચાલી રહી છે.

પરંતુ અત્યારે વર્તમાન સમયમાં આધુનિક ટેકનોલોજીના યુગમાં લોકો ડિજિટલ પેમેન્ટ તરફ આગળ વધી રહ્યા છે. પરંતુ આપણા દેશમાં અત્યાર સુધીમાં ઘણા બધા એવા નાગરિકો છે જે ફક્ત કેસમાં જ લેવડદેવડ કરવાનું પસંદ કરે છે.

આજના સમયમાં આપણે દરરોજ ઘણી બધી નોટોનું લેવડદેવડ કરો છો. પરંતુ શું તમને ખબર છે કે આપણા દેશમાં ભારતીય રિઝર્વ બેંક દ્વારા સૌપ્રથમ કેટલા રૂપિયાની નોટ છાપવામાં આવી હતી. આજના આ લેખમાં અમે તમને જણાવીશું. અત્યારે વર્તમાન સમયમાં આપણા દેશમાં 2000, 50, 200,100, 50, 20, 10, 5,2 અને 1 રૂપિયાની નોટ નું ચલણ ચાલુ છે 1000ની નોટ એ 2016 માં જે નોટબંધી કરવામાં આવી હતી તેમાં બંધ કરવામાં આવી હતી.

જાણો નોટ ને છાપવાના નિયમો 

તમને જણાવી દઈએ કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ વર્ષ 1956 થી ચલણની નોટને છાપવા માટે “મિનિમમ રિઝર્વ સિસ્ટમ” હેઠળ કરન્સી ને છાપવાનું કામ કરે છે. અને આ નિયમ મુજબ, કરન્સી નોટ પ્રિન્ટિંગ વિરુદ્ધ ઓછામાં ઓછા 200 કરોડ રૂપિયા રિઝર્વ રાખવું પડે છે. અને આ એડવાન્સ પેમેન્ટ રાખ્યા પછી જ રિઝર્વ બેંક કરન્સી નોટ પ્રિન્ટ કરી શકે છે.

Read More- RBI Loan update: લોન લેનારાઓ માટે સારા સમાચાર, RBI લાવ્યું નવા નિયમો, હવે લોન લેવી સરળ બનશે

સૌપ્રથમ નોટ કેટલા રૂપિયાની બની હતી 

એક એપ્રિલ 1935 ના દિવસે ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના કરવામાં આવી હતી. એટલે કે આપણા દેશની આઝાદી પહેલા રિઝર્વ બેન્કનો પાયો નાખવામાં આવ્યો હતો. 1938 માં આરબીઆઇ દ્વારા સૌપ્રથમ 5 રૂપિયાની કરન્સી નોટ જાહેર કરવામાં આવી હતી.

અને આ પાંચ રૂપિયાની નોટ પર “ કિંગ જોર્જ VI” નો ફોટો પ્રિન્ટ કરવામાં આવ્યો હતો. એટલે કે આપણા દેશની આઝાદીના 9 વર્ષ પહેલાં રિઝર્વ બેન્ક દ્વારા સૌપ્રથમ કરન્સી જાહેર કરવામાં આવી હતી. તેના પછી 10 રૂપિયાની નોટ માર્ચ મહિનામાં 100 રૂપિયાની નોટ અને જૂન મહિનામાં ₹1,000 ની કરન્સી નોટ જાહેર કરવામાં આવી હતી.

આઝાદી પછી સૌ પ્રથમ ભારતીય નાણું 

વર્ષ 1949 માં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આઝાદી પછી સૌપ્રથમ ભારતમાં 1 રૂપિયાની કરન્સી નોટ જાહેર કરવામાં આવી હતી. તેના પહેલા એટલે કે આઝાદી પહેલા 1947 સુધી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવા આવેલ કરન્સી નોટ ઉપર બ્રિટિશ કિંગ જોર્જનો ફોટો લગાવવામાં આવતો હતો.

1969 માં સૌ પ્રથમ રિઝર્વ બેન્ક દ્વારા સ્મરણરૂપે ગાંધીજી નો ફોટો 100 રૂપિયાની નોટ પર લગાવવામાં આવ્યો હતો. આપણી ભારતીય મુદ્રા નું નામ ભારતીય રૂપિયા ( INR ) છે. 100 પૈસાનો એક ભારતીય રૂપિયો બને છે. આપણે ઇન્ડિયન કરન્સી એટલે કે ભારતીય રૂપિયાનું પ્રતિક “₹” છે. અને આ ડિઝાઇન દેવનાગરી અક્ષર “र”થી લેવામાં આવેલ છે.

Read More- Indian currency Buy Sell Online: RBIએ જૂની નોટો અને સિક્કા વેચીને કરોડપતિ બનવાનું સત્ય કહ્યું

3 thoughts on “Indian currency by RBI: RBIએ પહેલીવાર છાપી આવી નોટ, જાણો કોની તસવીર છપાઈ છે”

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top