Saving account Tax Notice: નમસ્કાર મિત્રો, આજના સમયમાં દરેક વ્યક્તિનું કોઈ પણ બેંકમાં એકાઉન્ટ હોય છે. અને તે વ્યક્તિ પોતાના પૈસાને સાચવવા માટે બેંકમાં સેવિંગ એકાઉન્ટ ખોલાવતો હોય છે. આજના વર્તમાન સમયમાં બેંકમાં દરેક વ્યક્તિનું એક પર્સનલ સેવિંગ એકાઉન્ટ હોય છે.
તમને જણાવી દઈએ કે અત્યારના સમયમાં તમે પોતાના સેવિંગ એકાઉન્ટની યુપીઆઈ સાથે કનેક્ટ કરીને ઇન્ટરનેટ બેન્કિંગનો લાભ મેળવી શકો છો. આપણે સેવિંગ એકાઉન્ટમાં આપણે બચત ના પૈસા જમા કરીએ છીએ. અને સેવિંગ એકાઉન્ટમાં જમા કરાવેલ પૈસાની રકમ પર બેંક દ્વારા તમને વ્યાજ પણ આપવામાં આવે છે. પરંતુ શું તમે એ જાણો છો કે સેવિંગ એકાઉન્ટમાં મહત્તમ તમે કેટલા રૂપિયા રાખી શકો છો ? તમને જણાવી દઈએ કે તમારા સેવિંગ એકાઉન્ટમાં પૈસા જમા કરાવવા માટે કોઈ મેક્સિમમ લિમિટે હોતી નથી. પરંતુ જો તમે તેની લિમિટ કરતા વધારે પૈસા જમા કરાવવો છો તો તમારે તેના પર ટેક્સ ભરવો પડે છે આજે અમે તમને આ લેખ દ્વારા ઇન્કમટેક્સના આવા નિયમો વિશે વાત કરીશું.
સેવિંગ એકાઉન્ટમાં કેટલા પૈસા જમા કરાવી શકો છો ?
તમને જણાવી દઈએ કે કોઈપણ બેંકના સેવિંગ એકાઉન્ટમાં તમે તમારી ઈચ્છા મુજબ તમારી પાસે જેટલા પૈસા હોય એટલા પૈસા જમા કરાવી શકો છો. પરંતુ તમે એ બાબતનું ધ્યાન રાખો કે તમે તમારા સેવિંગ એકાઉન્ટમાં એટલા જ પૈસા રાખો જે આઈ ટી આર (ITR ) ના નિયમો નું પાલન કરતા હોય. જો તમે સેવિંગ એકાઉન્ટમાં વધારે પૈસા રાખો છો તો તેમાં જે તમને ઇન્ટરેસ્ટ મળે છે તેના પર તમારે ટેક્સ આપવો પડશે.
Read More- આ સરકારી યોજનામાં રોકાણ કરીને તમે તમારી દીકરીને બનાવી શકો છો કરોડપતિ, જાણો સંપૂર્ણ વિગતો
સેવિંગ એકાઉન્ટમાં વધારે પૈસા રાખવાથી શું થાય ?
સેવિંગ એકાઉન્ટમાં પૈસા રાખવા માટે કોઈપણ લિમિટ હોતી નથી. પરંતુ જો તમે તમારા સેવિંગ એકાઉન્ટમાં એક નાણાકીય વર્ષમાં દસ લાખથી વધારે ની રકમ જમા કરાવો છો તો તમારે તે વિશેની ઇન્કમટેક્સ વિભાગની જાણકારી આપવી જરૂરી છે. કેમકે આ રકમ એ ઇન્કમ ટેક્સ વિભાગમાં આવે છે. અને જો તમે તેમને માહિતી આપતા નથી તો ઇન્કમટેક્સ વિભાગ એ તેના વિરુદ્ધ ટેક્સ ચોરી કરવા લઈને પ્રક્રિયા કરી શકે છે.
ITR ફાઈલ આપતી વખતે આપો જાણકારી
તમે ક્યારે ITR ફાઈલ આપો છો તે સમયે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ ને એ જાણ કરવી જરૂરી છે કે તમે તમારા સેવિંગ એકાઉન્ટમાં કેટલા પૈસા જમા કરાવો છો. અને સેવિંગ એકાઉન્ટમાં જમા કરાવેલ રકમ પર અત્યારે કેટલું વ્યાજ દર મળે છે. તમારી સેવિંગ એકાઉન્ટ ના પૈસાથી તમને જે વ્યાજ દર મળે છે તેને તમારી આવક સાથે જોડી દેવામાં આવે છે. એક ઉદાહરણ તરીકે જો તમારી વાર્ષિક આવક રૂપિયા 10 લાખ છે અને સેવિંગ એકાઉન્ટમાં તમને ₹10,000 નું વ્યાજ દર મળે છે તો ઇન્કમ ટેક્સ વિભાગના નિયમ મુજબ તમારી વાર્ષિક કુલ આવક ₹10,10,000 થાય છે.
સેવિંગ એકાઉન્ટમાં વધારે પૈસા રાખવાથી થાય છે આ મોટું નુકસાન
તમને જણાવી દઈએ કે કોઈપણ બેંકના સેવિંગ એકાઉન્ટમાં તેની લિમિટ કરતાં વધારે પૈસા રાખવા એ તમારી માટે મુશ્કેલ બની જાય છે. તમને જણાવી દઈએ કે તમારું સેવિંગ એકાઉન્ટ જે બેંકમાં છે અને કોઈ કારણોસર તે બેન્ક ડૂબી જાય છે તો તમારી રકમની અડધી રકમ એટલે કે ફક્ત 5 લાખ રૂપિયા આજે સલામત રહે છે. નાણાકીય વર્ષ 2020 માં આપના નાણામંત્રી દ્વારા બજેટમાં 2020 માં એક નવા નિયમમાં બદલાવ કરવામાં આવ્યો હતો. તેમને જણાવ્યું કે બેંકમાં રાખવામાં આવેલ પાંચ લાખ રૂપિયાની રકમ સેફ માનવામાં આવશે. પરંતુ આ નિયમ પહેલા આ સલામતી ફક્ત 1 લાખ રૂપિયા સુધી હતી.
Read More- Freezer Sahay Yojana: ફ્રીઝર સહાય યોજના, સરકાર 1 લાખ રૂપિયાની સહાય આપી રહી છે