RBI Loan update

RBI Loan update: લોન લેનારાઓ માટે સારા સમાચાર, RBI લાવ્યું નવા નિયમો, હવે લોન લેવી સરળ બનશે

RBI Loan update: નમસ્કાર મિત્રો, જો તમે પણ તમારી આવશ્યક જરૂરિયાતો પૂરી કરવા માટે બેન્ક દ્વારા લોન લીધેલી છે તો તમારા માટે એક સારા સમાચાર છે. આરબીઆઈ એમપીસી દ્વારા લોન લેનાર ગ્રાહકો માટે એક સારો નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઈ ગવર્નર શક્તિ કાનદાસ એ જણાવ્યું છે કે હવે જે બેંક પોતાના ગ્રાહકને લોન આપે છે તો તેમણે પોતાના ગ્રાહકો કે જેઓને લોન લીધેલી છે તેવા રિટેલ અને એમ.એસ.એમ.ઇ ગ્રાહકોની કી ફેક્ટ સીટ ( KFS )રજૂ કરવાની રહેશે. અને તેમણે જણાવ્યું કે આ કેએફએસ માં બેંકે લોન પર લાગતા તમામ પ્રકારના ચાર્જને વ્યાજ દરમાં જ ગણવાના રહેશે. જેના કારણે જે ગ્રાહકોએ લોન લીધેલી છે તેમને રાહત થશે.

કેએફએસના ફાયદા

કી ફેક્ટશીટ એક દસ્તાવેજ હોય છે. જે વ્યક્તિ બેંકમાંથી લોન લે છે તેને આ દસ્તાવેજ દ્વારા લોન સાથે જોડાયેલ તમામ ચાર્જ વિશે જણાવવામાં આવે છે. અને તેમાં એ પણ જણાવવામાં આવે છે કે તમે લીધેલી લોન કયા પ્રકારની છે. આ નિર્ણય લેવાનો મુખ્ય હેતુ એ છે કે બેન્કિંગ સિસ્ટમમાં વધુ મજબૂત પારદર્શિતા આવે. કેમકે અત્યાર સુધી ઘણીવાર એવું નોંધવામાં આવી છે કે બેંક એ જે ગ્રાહક લોન લે છે તેમની પાસેથી પોતાની મરજી મુજબ ચાર્જ વસૂલ કરે છે.

Read More- Vahali Dikri Yojana 2024: સરકાર આપી રહી છે 110000 રૂપિયાની સંપૂર્ણ સહાય, આ રીતે કરો અરજી

વ્યાજ દર વિશે કરી આ વાત 

કી ફેક્ટ સીટમાં ( KFS ) વ્યાજદર વિશે પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ છે. તમે લુધેલી લોન પર કેટલું વ્યાજ દર લાગે છે અને તેની સાથે ચૂકવવામાં સમય લાગતા કેટલો એક્સ્ટ્રા ચાર્જ અને પેનલ્ટી લાગશે વગેરે વ્યાજ દર વિશે માહિતી આપવાની હોય છે. અને આ કી ફેક્ટરી માં એ પણ જણાવવામાં આવે છે કે તમારી લોન ફિક્સડ અથવા ફ્લોટિંગ વ્યાજ દર પર છે.

ફી અને બીજા ચાર્જ 

આ સીટમાં લોનની સી અને તેના પર લાગતા બીજા ચાર્જ વિશે પણ માહિતી આપવામાં આવે છે. જેમકે લોન લેવાની પ્રોસેસમાં જે તે બેંક તમારી પાસેથી કેટલો ચાર્જ લે છે અને તમે રી પેમેન્ટ કરો છો તો કેટલો ચાર્જ વસૂલ કરે છે. આ સીટમાં રીપેમેન્ટ ની શરતો પણ જણાવેલ હોય છે. તમે ક્યારે લોનનું રી પેમેન્ટ કરી શકો છો અને તે સમયે તમારે કયા કયા ચાર્જ આપવાના રહેશે. જ્યારે તમે લોનની ચુકવણી કરતા નથી અથવા તો તેના હપ્તા સમયસર ભણતા નથી અને એવામાં બેન્ક અને તમારી વચ્ચે કોઈ વિવાદ થાય છે તો તેનો પણ સમજોતો આ કી ફેક્ટ સીટમાં આપવામાં આવે છે.

Read More-PMEGP Loan Yojana 2024: PMEGP લોન યોજના, સરકાર આપી રહી છે 50 લાખ સુધીની લોન, આ રીતે કરવાની રહેશે અરજી

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *