Vidhva Sahay Yojana Gujarat: વિધવા સહાય યોજના આ યોજનાનું નામ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તરીકે રાખવામાં આવેલું છે. આ યોજનાઓ જે વિધવા બહેનો રહેલી છે તેમના માટે સમાજમાં નિરાધાર વિધવા બહેનો સ્વમાનભેર જીવન જીવી શકે તેમના માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ દ્વારા આ સહાય શરૂ કરવામાં આવેલી છે. આ યોજનાનો ઉદ્દેશ બહેનોને આર્થિક મદદરૂપ થવા નો રહેલો છે. તો મિત્રો આપણે ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના વિશે ની પાત્રતા, ડોક્યુમેન્ટ અને લાભ વિશે જાણીએ
વિધવા સહાય યોજના – ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાની અંદર મહિલાઓના ખાતાઓમાં દર મહિને 1250 રૂપિયા જમા કરાવવામાં આવશે વાર્ષિક ₹15,000 ની સહાય મળવા પાત્ર થશે.
Vidhva Sahay Yojana Gujarat: પાત્રતા
- મહિલાની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જરૂરી છે અને તે ગુજરાતના હોવા જોઈએ.
- લાભાર્થીઓને વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 અને શહેરી વિસ્તારમાં 1,50,000 થી વધુ હોવી જોઈએ નહીં.
- આ યોજનાનો લાભ લેવા માટે તમારી જોડે પતિના મરણનું દાખલો હોવો જરૂરી છે. તમે વિધવા છો અને પુના લગ્ન કરેલ નથી તે અંગેનું પ્રમાણપત્ર પણ હોવું જરૂરી છે.
- આ યોજનાની અંદર લાભ લેતા લાભાર્થીઓને દર વર્ષે જુલાઈ મહિનામાં પુનઃ લગ્ન કરેલ નથી તે અંગેનું તલાટી શ્રી નું પ્રમાણપત્ર મામલતદાર કચેરીમાં રજૂ કરવાનું રહેશે.
- લાભાર્થીને કુટુંબની આવકનો દાખલો દર ત્રણ વર્ષે સંબંધિત મામલતદાર શ્રી ની કચેરીમાં રજુ કરાવવાનો રહેશે.
Vidhva Sahay Yojana Gujarat: ડોક્યુમેન્ટ
આ યોજના ની અંદર લાભ લેવા માટે કેટલાક દસ્તવેજો ફરજિયાત છે. જે દસ્તાવેજો નીચે પ્રમાણે દ્રસવેલ છે.
- પતિનો મરણ નો દાખલો.
- આધારકાર્ડ ની નકલ.
- રેશનકાર્ડ ની નકલ.
- આવક અંગે નો દાખલો.
- વિધવા હોવા અંગે નો દાખલો.
- પુનઃ લગ્ન કરેલ નથી નું પ્રમાણપત્ર.
- ઉમર અંગેનો પુરાવો.
- બેંક પાસબુક ની નકલ.
આ યોજનાનો લાભ લેવા માટે ઉપર બતાવેલા દસ્તાવેજો ફરજિયાત હોવા જરૂરી છે.
અરજી કરવા માટે
- અરજી કરવા માટે સહાયના ઉપર બતાવ તમામ પ્રકારના ડોક્યુમેન્ટ લઈ અને તમે જો ગ્રામ પંચાયતમાં આવતા હોય તો વીસીઈ પાસે અને જો તાલુકા કે નગરપાલિકાના વિસ્તારમાં રહેતા હો તો મામલતદાર કચેરીમાં જવાનું રહેશે.
- ત્યાં જઈ અને તમારે ફોર્મ ભરવાનું રહેશે.
- અને ત્યાં તમારા અરજી કરાવવાની રહેશે.
જે કોઈ પણ મહિલા આ યોજના નો લાભ લેવા માંગતા હોય તો તે તેમના ગ્રામ પંચાયત કે મામલતદાર શ્રી ની કચેરી મુલાકાત લઈ અને આ યોજના નું ફોર્મ ભરી યોજના નો લાભ લેવો.
Read More- Mafat Plot Yojana 2024 : મફત પ્લોટ યોજના 2024, જમીન વિહોણા નાગરિકોને મળશે 100 ચોરસ વાર જમીન