WhatsApp Message Edit: વિશ્વભરની અંદર લાખો લોકો whatsapp નો ઉપયોગ કરી રહ્યા છે. જે કોઈપણ લોકો સ્માર્ટફોન ધરાવે છે કે બધા જ લોકો આ ચેટિંગ એપ નો ઉપયોગ દિવસ ની અંદર બહુ ટાઈમ માટે કરતા હોય છે. અને આ સમયની અંદર આપણે ઘણા બધા વ્યક્તિઓ સાથે ચેટ કરતા હોઈએ છીએ તો જલ્દી ને જલ્દી ની અંદર કોઈક વાર તમારે પણ ખોટો મેસેજ ટાઈપ થઈ જાય અને સામેના વ્યક્તિને સેન્ડ થઈ જાય છે અથવા ગ્રુપની અંદર મોકલાઈ જાય છે અને આ પ્રકારની સમસ્યાઓનો તમારે સામનો કરવો પડતો હશે તો જે આ પ્રકારની સમસ્યા છે તેને તમે સુધારો કરી શકો છો.
Whatsapp પર ખોટો મેસેજ ટાઈપ
આ પ્રકારની સમસ્યાનો સુધારો કરવા માટે whatsapp પણ તેની અંદર ફીચર્સ આપ્યું છે. કારણ કે દિવસ દરમિયાન આપણે ઘણા બધા મેસેજ ટાઈપ કરતા હોઈએ છીએ અને કોઈક વાર આપણે ખોટો મેસેજ ટાઈપ થઈ જાય છે જે આપણે જાણ બહાર આપણને ખબર પાછળથી પડે છે કે આ મેસેજ ખોટો ટાઈપ થઈ ગયો છે ત્યારે આપણે મૂંઝવણમાં મુકાઈએ છીએ તો આ પ્રકારની સમસ્યાનો સામનો કરવા માટે whatsapp એ તેની અંદર નવુ ફીચર્સ લાવી છે. હવે તમે whatsapp પર ખોટો મેસેજ મોકલ્યો છે તે વખતે તેને તમે સુધારો કરી શકો છો એટલે કે એડિટ કરી શકો છો.
Whatsapp મેસેજ કઈ રીતે સુધારવું – WhatsApp Message Edit
જ્યારે પણ તમે ખોટો મેસેજ ટાઈપ કરી અને સામેના વ્યક્તિને મોકલ્યો હોય તો ત્યારે તમે તમારા મોકલેલા મેસેજ પર લોંગ પ્રેસ કરી રાખો. ત્યારબાદ તમારી સામે ઉપરની તરફ ઘણા બધા ઓપ્શન આવશે જેની અંદર ડીલીટ થી લઇ અને સ્ટાર મેસેજ જેવા અલગ અલગ વિકલ્પો આવે છે ત્યારે તમારે ત્રણ ડોટ પર ક્લિક કરવાનું રહેશે અને ત્યાં તમારી સામે ઘણા બધા વિકલ્પો ખુલી જશે તેની અંદર એક વિકલ્પ છે કે જેની અંદર લખેલું હશે એડિટ આ વિકલ્પ ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ સીધા તમે તે મેસેજ ચેટબોક્સ ની અંદર એડિટ કરી શકશો અને રાઈટ બટન પર ક્લિક કરશો એટલે તમે જે કંઈ પણ મેસેજ એડિટ કરશો તે સુધરી અને ફરીથી સેન્ડ થઈ જશે જેની અંદર સામેના વ્યક્તિને તમારે ડીલીટ કરીને ફરીથી મેસેજ મોકલવાનો રહેશે નહીં.
આ રીતે મેસેજ એડિટ કરશો એટલે સામેના વ્યક્તિને ખબર પડશે કે તમે મેસેજ એડિટ કર્યો છે અને તમારા દ્વારા મેસેજમાં કંઈક ખોટું ટાઈપ થયું હશે કારણ કે તમે તે મેસેજ એડ કરશો એટલે તેને નીચે એડિટેડ લખેલ બતાવશે.
Whatsapp પર શું એડિટ નહીં થઈ શકે
Whatsapp પર તમે કરેલો કોઈ પણ ટેક્સ્ટ મેસેજ હશે તે એડિટ તમારે થઈ જશે આ ફીચર્સ હાલમાં whatsapp ની અંદર ઉપલબ્ધ છે પણ whatsapp દ્વારા હાલની તારીખ અંદર ફોટો વિડિયોઝ કે અન્ય પ્રકારના કોઈપણ મીડિયા મોકલ્યા પછી એડિટ કરી શકાતા નથી તમે તે મીડિયાને ડીલીટ ફોર એવરી ઓન કરી અને ડીલીટ કરી શકો છો પણ એડિટ કરી શકતા નથી.
તો મિત્રો આ રીતે whatsapp ની અંદર તમે મોકલેલા મેસેજને એડ કરી શકો છો અને સંપાદિત કરી શકો છો જેની સામેના વ્યક્તિને કોઈ પણ પ્રકારની નોટિફિકેશન જાતી નથી ખાલી તમારા મેસેજની નીચે એડિટ મેસેજ કરીને એવો ટેગ આવશે.
Read More:- GSRTC Himmatnagar Recruitment 2024: એપ્રેન્ટિસના પદ માટે ભરતીની જાહેરાત,2 જુલાઇ સુધી કરો અરજી