Namo Laxmi Yojana: સરકાર છોકરીઓને 50000 રૂપિયા આપી રહી છે, તેમણે આ રીતે અરજી કરવી પડશે

Namo Laxmi Yojana: મિત્રો સરકાર દ્વારા બહુ જ સરસ મજાની યોજના જે દીકરીઓ માટે ખુલ્લી મુકવામાં આવેલ છે કે જેનું નામ છે નમો લક્ષ્મી યોજના જે દીકરીઓ માટેની બહુ જ સારી યોજના છે. આ યોજનાની અંદર ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. નમુ લક્ષ્મી યોજનાની અંદર ફોર્મ કઈ રીતે ભરવું અને યોજનાનો લાભ કઈ રીતે મેળવવો તે અંગેની તમામ માહિતી આપણે આ પોસ્ટની અંદર જાણીશું.

નમો લક્ષ્મી યોજના એ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા યોજના બહાર પાડવામાં આવેલી છે જે યોજના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે નમુ લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવેલી છે. જેની અંદર વિદ્યાર્થીનીઓને સહાય કરવામાં આવે છે. આ યોજના થકી વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે તે આર્થિક સહાય પૂરી પાડવા માટે કેટલીક પાત્રતાઓ અને શરતો મુજબ આ યોજનામાં તમે લાભ લઇ શકો છો

પાત્રતા

રાજ્યની અંદર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે કોઈ પણ માન્ય શાળાઓ છે તેની અંદર અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આ યોજનાની અંદર સહાય મળવા પાત્ર થશે

  • રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ 8 નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ નવ માં પ્રવેશ મેળવેલ હોય
  • રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળાઓમાં આરટીઇ અંતર્ગત પ્રવેશ મેળવી ધોરણ 1 થી 8 નો અભ્યાસ પૂર્ણ કરેલ અને ધોરણ નવ માં પ્રવેશ મેળવેલો હોય
  • ઉપર દર્શાવેલ સિવાયની જે વિદ્યાર્થીનીઓ ધોરણ આઠ પૂર્ણ કર્યા બાદ ધોરણ નવમાં પ્રવેશ મેળવેલ હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક ₹6,00,000 કે તેથી ઓછી હોય

ઉપર દર્શાવેલ પાત્રતાઓ ધરાવતી વિદ્યાર્થીની ઓ ને નમો લક્ષ્મી યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર છે

Read More- PM Kisan Yojana: હવે આ લોકોને નહીં મળે પીએમ કિસાનનો આગામી હપ્તો, જાણો વિગત

સહાય

નવલક્ષ્મી યોજના હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક નો અભ્યાસ પૂર્ણ કર્યાથી પાત્રતા ધરાવનાર દરેક વિદ્યાર્થીને કુલ રૂપિયા 50,000 સુધીની સહાય નીચે મુજબ મળવા પાત્ર રહેશે

  • ધોરણ 9 અને 10 ના મળી કુલ રૂપિયા 20,000 સહાય ચૂકવવામાં આવશે નમુ લક્ષ્મી યોજના ની અંદર નવ અને દસ ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માસ માટે માસિક રૂપિયા 500 મુજબ વાર્ષિક ₹5000 પ્રમાણે બંને વર્ષના મળી કુલ રૂપિયા 10,000 ચૂકવવામાં આવશે જ્યારે બાકીના રૂપિયા 10,000 ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા થી મળવા પાત્ર થશે
  • ધોરણ 11 અને 12 ના મળી કુલ રૂપિયા 30,000 સહાય ચૂકવવામાં આવશે આ યોજનાની હેઠળ પૈકી 11 અને 12 ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માસ માટે માસિક રૂપિયા 750 મુજબ વાર્ષિક રૂપિયા 7,500 પ્રમાણે બંને વર્ષના મળી કુલ રૂપિયા 15000 ચૂકવવામાં આવશે જ્યારે બાકી રહેલા રૂપિયા ૧૫ હજાર ધોરણ 12 ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા પછી મળવા પાત્ર થશે

યોજનામાં અરજી કઈ રીતે કરવી

નવો લક્ષ્મી યોજના એ તમારે તમારી સ્કૂલ દ્વારા અરજી કરવાની રહેશે અને આ યોજનાની અંદર ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે તો યોજનાની અંદર કઈ રીતે ફોર્મ ભરવું અને તે અંગેની માહિતી તમે તમારા શિક્ષક જોડેથી મેળવી શકો છો આ યોજનાની અંદર ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે.

Read More- Vahali Dikri Yojana 2024: સરકાર આપી રહી છે 110000 રૂપિયાની સંપૂર્ણ સહાય, આ રીતે કરો અરજી

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top