Gujarat common admission service 2024: ધોરણ 12 પછી કોલેજ માટે પ્રવેશ પરીક્ષા માટે જાહેરનામું બહાર પાડ્યું, આ રીતે ફોર્મ ભરો

Gujarat common admission service 2024: મિત્રો ધોરણ 12 ના રિઝલ્ટ આવી ગયા છે જે કોઈપણ વિદ્યાર્થીઓને રીઝલ્ટ પાસ આવી ગયું છે તે વિદ્યાર્થીઓ આગળના સ્નાતક કે ગ્રેજ્યુએટમાં પ્રવેશ મેળવવો હોય તો તેમને જીસીએએસ ની અંદર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તો આ ફોર્મ કઈ રીતે ભરવું કઈ તારીખથી ભરવાનું ફોર્મ ચાલુ થશે અને કોને ફરજિયાત ફોર્મ ભરવું પડશે તે વિશેની તમામ માહિતી વિગતવાર આપણે આ લેખની અંદર જાણીશું.

ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ ની અંદર ગ્રેજ્યુએશન થી લઇ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના એજ્યુકેશન કોર્સ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ગુજરાતની જે 15 જેટલી યુનિવર્સિટીઓ છે તેની અંદર જો તમારે એડમિશન લેવું હોય તો આ પોર્ટલની અંદર રજીસ્ટ્રેશન કરાવું જરૂરી છે. જે યુનિવર્સિટીઓ છે તેની હેઠળની જે જે કોલેજો આવી છે તેની અંદર તમારા ફોર્મ ભરવું છે કે એડમિશન લેવું છે તો તેના માટે તમારે આ પોર્ટલની અંદર રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ.

 અરજી પ્રક્રિયાની અગત્યની તારીખો| GCAS

  • અરજી પ્રક્રિયા 16/05/2024 થી ચાલુ થઈ જશે.
  • 30/05/2024 સુધી આ અરજી પ્રક્રિયા ચાલુ રહેશે.

Read More- India Scholarship: ધોરણ 9 થી 12માં ભણનારાઓને મળી રહ્યા છે 20 હજાર રૂપિયા, અરજી શરૂ

રજીસ્ટ્રેશન કરવા માટે જરૂરી દસ્તાવેજો અને ડોક્યુમેન્ટ

આ પોર્ટલ ની અંદર રજીસ્ટ્રેશન કરવા માટે તમારે કેટલાક ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે જે અપલોડ કરવાના રહેશે અને તેના થકી તમે જી સી એ એસ ના પોર્ટલની અંદર રજીસ્ટ્રેશન કરી શકો છો.

  • અરજદારની પાસે સક્રિય ઇમેલ આઇડી અને મોબાઈલ હોવો જરૂરી છે
  • એક ઇમેલ આઇડી ઉપર ફક્ત એક જ વખત નોંધણી થશે
  • 50 કે બી ના મહત્તમ કદ વાળો નવો તાજેતર નો ફોટો અને સહી આવશ્યક છે
  • છેલ્લી પાસ કરેલ માર્કશીટ
  • શાળા છોડવાનું પ્રમાણપત્ર એટલે કે એલ સી 
  • જાતિનું પ્રમાણપત્ર
  • નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ
  • જો લાગુ પડતું હોય તો દિવ્યાંગતા પ્રમાણપત્ર
  • EWS પ્રમાણપત્ર અને નિવાસ પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો 

તો મિત્રો ગુજરાત કોમન એડમિશન સર્વિસ ની અંદર રજીસ્ટ્રેશન કરવા માટે અને ફોર્મ ભરવા માટે તમારા ઉપર બતાવેલા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે જેના થકી તમે રજીસ્ટ્રેશન અને ફોર્મ ભરી શકો છો.

રજીસ્ટ્રેશન પ્રક્રિયા

ગુજરાત કોમન એડમિશન સર્વિસ ની અંદર રજીસ્ટ્રેશન સંપૂર્ણ ઓનલાઇન પ્રમાણે તેમની ઓફિસિયલ વેબસાઈટ દ્વારા કરવામાં આવશે. તો આ રજીસ્ટ્રેશન તમે કઈ રીતે કરી શકો છો તે વિશેની વિગતવાર માહિતી નીચે છે.

  • ગુજરાત કોમન એડમિશન સર્વિસ અંદર રજીસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ તમારે જીસીએએસની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે કે જે આ છે: 
  • વેબસાઈટ ઓપન થયા પછી વેબસાઈટ ના હોમ પેજ ઉપર જમણી બાજુ apply now નો ઓપ્શન દેખાશે. બટન ઉપર ક્લિક કરો
  • ત્યારબાદ તમારી સામે registration for admission નું પેજ ખુલી જશે અને તેની અંદર તમારે તમારો કોર્સ સિલેક્ટ કરવાનો રહેશે અને માર્કશીટ પ્રમાણે તમારું નામ, જાતિ, મોબાઈલ નંબર તે પ્રકારની તમામ વિગત ભરવાની રહેશે અને ત્યારબાદ ગેટ ઓટીપી પર ક્લિક કરો.
  • આવેલ ઓટીપી ડાયલ કરી અને કેપ્ચા કોડ નાખી સબમીટ પર ક્લિક કરો.
  • તો મિત્રો આ રીતે તમારું રજીસ્ટ્રેશન સક્સેસફૂલી થઈ જશે.

લોગઈન કરવા માટે | Gujarat common admission service 2024

  • લોગીન કરવા માટે તમારે Apply now ના બાજુના બટન ઓલરેડી રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારી સામે યુઝરને મને પાસવર્ડ ની સ્ક્રીન ઓપન થઈ જશે તેની અંદર તમારે જ્યારે તમે રજીસ્ટ્રેશન સક્સેસફુલ કરશો ત્યારે તમારા મોબાઈલ નંબર ની અંદર યુઝર આઇડી અને પાસવર્ડ આવશે તે આમાં નાખવાનો રહેશે.
  • પાસવર્ડ અને યુઝર આઇડી નાખી અને સાઇન ઇન કર્યા બાદ તમારી સામે તમે નાખેલી ડિટેલ્સ તમારી સામે આવી જશે અને જે પણ ડિટેલ બાકી છે તે તમારે ભરવાની રહેશે.
  • સૌપ્રથમ તમારે તમારી પ્રોફાઈલ ફિલ અપ કરવાની રહેશે પ્રોફાઈલ પર ક્લિક કરશો એટલે તમારી સામે એક ફોર્મ પ્રકારનું બેઝિક ડિટેલ વિશેની માહિતી આપવાની રહેશે તમારે તેમાં તમારે સંપૂર્ણ માહિતી આપી તેમાં તમારો સિગ્નેચર અને ફોટો અપલોડ કરવાનો રહેશે.
  • આ રીતે તમામ માહિતી આપી અને તમે સેવ અને નેક્સ્ટ નંબર ક્લિક કરી શકો છો અને માહિતી સેવ કરી શકો છો.

તો મિત્રો તમે આ રીતે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી અને તમારી પ્રોફાઈલ જનરેટ કરી શકો છો.

Read More- PM Kisan Yojana Update: PM કિસાનના 17મા હપ્તાને લઈને મોટું અપડેટ, જાણો અહીંથી

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top