ખેતી મદદનીશ ભરતી: ગુજરાત ગૌણ સેવા દ્વારા કુલ 436 જેટલી જગ્યાઓ માટે ભરતી, જાણો અરજીની રીત

ખેતી મદદનીશ ભરતી: ગુજરાત ગૌણ સેવા દ્વારા બહુ જ સારી ભરતી બહાર પાડવામાં આવી છે કે જે ભરતીમાં સારી એવી જગ્યાઓ છે. ઘણા બધા મિત્રોને આ ભરતી ની અંદર નોકરી મળવાની શક્યતાઓ છે. જી એસ એસ બી દ્વારા ખેતી મદદનીશ ની પ્રતિ બહાર પાડવામાં આવેલી છે જે વર્ગીકરણની ભરતી છે જે રાજકોટ વિભાગ અને વડોદરા વિભાગમાં ભરતી પાડવામાં આવી છે એમ કુલ મળીને 436 જેટલી જગ્યાઓ છે તો આપણે આ ભરતી ની લાયકાત અને ભરતી ની અંદર કઈ રીતે ફોર્મ ભરવું અને તેની અગત્યની તારીખો વિશે આ પોસ્ટની અંદર ચર્ચા કરીશું.

ખેતી મદદનીશ ભરતી 2024

આ ભરતી અંગેની જાણ ટ્વીટરમાં શ્રી હસમુખ પટેલ દ્વારા કરવામાં આવી હતી. અને તેની ઓફિશિયલ નોટિફિકેશન પણ હવે જાહેર કરી દેવામાં આવેલી છે. આ ભરતીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર બહાર પાડવામાં આવેલી છે. તો આ ભરતી વિશેના ફોર્મ ભરવાની સૌપ્રથમ આપણે શૈક્ષણિક લાયકાત વિશે જાણીશું.

ખેતી મદદનીશની ભરતી શૈક્ષણિક લાયકાત

આ ભરતી ની અંદર ફોર્મ ભરવા માટે તમારે કેટલીક કૃષિને લગતી શૈક્ષણિક અભ્યાસ કરેલો હોવો જરૂરી છે જે અભ્યાસક્રમોમાંથી કોઈ પણ અભ્યાસક્રમ હશે તો તમે ફોર્મ ભરવા માટે લાયકાત કરાવો છો જે નીચે પ્રમાણે દર્શાવેલ છે તેમાંથી કોઈ પણ અભ્યાસ કરેલો ફરજિયાત છે.

  • ઉમેદવારી ભારતમાં કેન્દ્રીય અથવા તો રાજ્યની જે અધિનિયમથી સ્થપાયેલી સ્થાપિત કૃષિ યુનિવર્સિટીઓ પૈકી કોઈ પણ યુનિવર્સિટીમાં ગ્રાન્ટ કમિશન અધિનિયમ 1956 ની કલમ 3 હેઠળ જાહેર થયા મુજબ યુનિવર્સિટી હોવાનું ગણાતી અથવા તે તરીકે માન્ય થયેલી બીજી કોઈ પણ શૈક્ષણિક સંસ્થા માંથી મેળવેલી કૃષિ ડિપ્લોમા અથવા બાગાયત ડિપ્લોમા અથવા એન્જિનિયરિંગ ડિપ્લોમા અથવા એગ્રો પ્રોસેસિંગ ડિપ્લોમા અથવા એગ્રીકલ્ચર કોર્પોરેશન બેન્કિંગ એન્ડ માર્કેટિંગમાં ડિપ્લોમા ધરાવતો હોવો.
  • તે જ પ્રમાણે ગ્રામીણ અભ્યાસક્રમમાં સ્નાતક ની પદવી અથવા કૃષિમાં બીએસસી કરેલ હોવું જોઈએ
  • કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી અને માહિતી હોવી જરૂરી છે.
  • ગુજરાતી અથવા હિન્દી અથવા તો બંને ભાષાનું પૂરતું વિજ્ઞાન ધરાવતો હોવો જોઈએ.

મિત્રો આ રીતે કૃષિ મદદનીસ ની ભરતી માં ઓનલાઇન અરજી કરવા માટે ઉપર બતાવેલ પ્રમાણેનો અભ્યાસક્રમ કરેલો હોવો જરૂરી છે.

વય મર્યાદા : 

  • ભરતી ની અંદર ફોર્મ ભરવા માટે તારીખ 20 07 2024 ના રોજ ઉમેદવારની ઉંમર એ 18 વર્ષ થી ઓછી હોવી જોઈએ નહીં અને 35 વર્ષથી વધુ પણ હોવી જોઈએ નહીં.

પગાર ધોરણ

ખેતી મદદનીશ ની ભરતી ની અંદર તમને પાંચ વર્ષ ફિક્સ પગાર આપવામાં આવશે જે પગાર નીચે પ્રમાણે દર્શાવેલો છે.

  • રૂપિયા 26,000

ખેતી મદદનીશ અગત્યની તારીખો 

ખેતી મદદનીશ અંગેની ઓફિસિયલ નોટિફિકેશન જીએસએસબી ની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જાહેર કરી દેવામાં આવી છે જેની અંદર તારીખો જાહેર કરવામાં આવેલી છે તે નીચે પ્રમાણે છે.

  • ઓનલાઇન અરજી કરવાની તારીખ: 01/07/2024
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 20/07/2024

Read More:- EPFO UPDATE: પેન્શનરો માટે સારા સમાચાર,હવે મળશે વધુ પેન્શન

તો મિત્રો આ રીતે તમારી લાયકાત અનુસાર તમે આ અરજી ની અંદર ઓનલાઇન ફોર્મ ભરી શકો છો એક જુલાઈ થી ખેડૂત મદદનીશ માટે ઓનલાઇન અરજી ફોર્મ ભરવાના ચાલુ થઈ જશે જે તમે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ અને કરી શકો છો.

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top