કેરીના આજના ભાવ: મિત્રો હવે આ વર્ષે કેરીની સીઝન પૂર્ણ થવાને આરે છે. આ વર્ષે કેરીના ભાવ ખૂબ જ ઊંચા રહ્યા હતા અને લોકોએ કેરીઓ પણ સારા પ્રમાણમાં ખાઈ અને મજા માણી હતી. ત્યારે હવે વરસાદના આગમન થઈ રહ્યા છે અને કેરની સિઝન પૂર્ણતાને આરે છે. આપણે આજે આ પોસ્ટની અંદર કેરીના આજના ભાવ વિશેની માહિતી મેળવીશું.
ગોંડલ માર્કેટમાં આજના કેસર કેરીના આજના ભાવ
ગોંડલની માર્કેટ યાર્ડમાં હવે આજે કેરીની જે આવક હતી તેની અંદર આજે ઘટાડો જોવા મળેલો છે જેમાં સૌથી વધારે કેસર કરીને બોક્સની આવક રહી હતી. ગોંડલ માર્કેટ યાર્ડ માં આજે ટોટલ 20,504 બોક્સ જેટલી કેરીની આવક જોવા મળી હતી. ગઈકાલની તુલનામાં આજે ઓછી આવક થઈ છે ગઈકાલે કુલ 21,500 થી વધારે બોક્સ ની કેરીની આવક જોવા મળી હતી.
- ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે કેસર કેરીના જે 10 કિલોના બોક્સ આવે છે તેની અંદર તેનો ભાવ રૂપિયા 700 થી 1100 ની આસપાસ રહ્યો હતો.
- જે રાજપુરી કેરી આવે છે તેની અંદર પણ જે ૧૦ કિલોના બોક્સ છે તેનો ભાવ રૂપિયા 400 થી 450 ની આસપાસ રહ્યો હતો.
કેરીની કેટલી આવક આજે થઈ
- તમને ઉપર જણાવ્યા અનુસાર કે આજે કેરીની આવકમાં કાલની તુલનામાં ઘટાડો જોવા મળ્યો છે.
- ગોંડલ માર્કેટ યાર્ડ માં આજે કેસર કેરીના ₹20,433 બોક્સની આસપાસ આવક રહી હતી.
- જ્યારે રાજપુરી કેરીના ખાલી 71 બોક્સની જ આવક જોવા મળી હતી.
ગોંડલમાં બીજા કેટલાક ફળોના ઊંચા ભાવ
ગોંડલ માર્કેટ યાર્ડ ની અંદર કેટલાક ફળોના 20 કિલોના ભાવ કેટલો રહ્યો તેની આપણે ચર્ચા કરીએ કે જેમના ઊંચામાં ઊંચા કેટલા રહ્યા હતા. જેમાં મોસંબીના ઊંચો ભાવ 1100 રૂપિયા જોવા મળ્યો હતો.
- દાડમ નો ઊંચો ભાવ હજાર રૂપિયા
- સફરજન નો ઊંચો ભાવ 3200 રૂપિયા
- કેળાની અંદર ઊંચામાં ઊંચો 500 રૂપિયા જોવા મળ્યો હતો
- અને સંતરાની અંદર 1800 રૂપિયા જેટલો ભાવ ઊંચામાં ઊંચો જોવા મળ્યો
- ગુલાબમાં 4200 ઊંચામાં ઊંચો ભાવ
Read More:- Today gold rate: અહીંથી જાણો ગુજરાતમાં સોનાના આજના ભાવ
આ ગોંડલના માર્કેટ યાર્ડ ની અંદર કેરીમાં આ રીતે નો ભાવ જોવા મળ્યો હતો. ઉપર દર્શાવેલ ભાવ 10 જૂન ના છે.