મિત્રો માર્ચ મહિનાની અંદર ડીજીવીસીએલ દ્વારા એટલે કે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ગુજરાત રાજ્યમાં આવેલી અલગ અલગ પાંચ વીજ કંપનીઓ કે જે યુ જી વી સી એલ, ડીજીવીસીએલ, પીજીવીસીએલ, એમજીવીસીએલ અને ગેટકો છે જે કંપનીઓની અંદર ભરતી બહાર પાડવામાં આવેલી હતી જે ભરતીનું નામ વિદ્યુત સહાયક એટલે કે જુનિયર એન્જિનિયર હતું. આ ભરતી ની અંદર ફોર્મ મંગાવવામાં આવેલા હતા અને ભરતી માટે ફોર્મ ભરવામાં આવેલા હતા. તો આ ભરતી ને પરીક્ષાની તારીખ ડીજીવીસીએલ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેનું તારીખની અને ભરતી વિશે આપણે વિગતવાર ચર્ચા આ લેખની અંદર કરીશું.
ડીજીવીસીએલ દ્વારા ખાલી રહેલ જગ્યાઓને ભરવા માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી હતી તે ભરતી અંગે આપણે આ વેબસાઈટ ની અંદર કઈ રીતે ફોર્મ ભરવા અને છુપાત્રતા હોય છે તે અંગેની ચર્ચા કરી અને માહિતી આપેલી હતી તો આ ભરતી વિશે ની તારીખ જાહેર કરવામાં આવેલી છે તો તેના કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવા અને ક્યારે ડાઉનલોડ થશે તે વિશેની પણ આ ચર્ચા આપણે કરીશું.
Read More- Jio recruitment 2024: Jioમાં પરીક્ષા વિના સીધી ભરતી, આ રીતે કરો અરજી
પ્રથમ પરીક્ષા
આ ભરતી ની અંદર જે સૌ પ્રથમ પરીક્ષા લેવાની છે તે પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવેલી છે અને ડીજીવીસીએલ દ્વારા ઓફિશિયલ નોટિફિકેશન પણ જાહેર કરી દેવામાં આવેલ છે અને જે ક્વેશ્ચન પેપર છે તેની રીત પણ જાહેર કરી દેવામાં આવેલ છે.
આ પરીક્ષા ની અંદર ઇંગલિશ અને ગુજરાતી બંને ભાષાની અંદર પ્રશ્ન પૂછવામાં આવશે.
પરીક્ષાની તારીખ
- 24/05/2024 ના રોજ મોક ટેસ્ટ લેવામાં આવશે
- 01/06/2024 ના રોજથી હોલ ટિકિટ એટલે કે કોલ લેટર નીકળવાના ચાલુ થઈ જશે
- 11/06/2024 ના રોજ પરીક્ષાની બે સીટ ની અંદર પરીક્ષા લેવામાં શરૂ થઈ જશે
- 14/06/2024 ના પ્રોવિઝનલ આન્સર કી અને ઓબ્જેક્શન ફોર્મ પણ જાહેર કરી દેવામાં આવશે
આ રીતે પરીક્ષાની અને કોલ લેટર નીકળવાની અલગ અલગ તારીખો જાહેર કરી દેવામાં આવેલી છે જે અંગે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આ તારીખો જાહેર કરી દેવામાં આવેલી છે.
તો મિત્રો જૂન મહિનાની અંદર આ પરીક્ષા આવી જશે અને જે કોઈપણ વિદ્યાર્થીઓએ આ પરીક્ષાની અંદર ફોર્મ ભરેલા છે તેમને મે મહિનાની અંદર 24 તારીખના રોજ મોક ટેસ્ટ પણ લેવામાં આવશે જે અંગે દરેક વિદ્યાર્થી મિત્રોએ નોંધ લેવી.
Read More- India Post GDS Recruitment: મુજબ ગ્રામીણ ડાક સેવકના 40,000 પદો માટે ભરતી