Adarsh Nivasi Shala Admission: થકી વિદ્યાર્થીઓને રહેવાનું જમવાનું ભણવાનું તમામ સરકાર તરફથી મફતમાં આપવામાં આવશે

Adarsh Nivasi Shala Admission 2024-25: આદર્શ નિવાસી શાળા કે જે યોજના થકી વિદ્યાર્થીઓને રહેવાનું જમવાનું ભણવાનું તમામ સરકાર તરફથી મફતમાં આપવામાં આવશે. સરકાર દ્વારા આ યોજના બહુ જ સારી અમલમાં મૂકવામાં આવેલી છે કે આ યોજના થકી ગરીબ પરિવારના બાળકો સારું શિક્ષણ મેળવી શકે અને તેમાં શિક્ષા અને અભ્યાસ સારી રીતે મેળવી શકે. તો મિત્રો આ યોજનાનો લાભ કઈ રીતે મેળવવો? તેના માટે શું પાત્રત આવે છે આદર્શ નિવાસી શાળા યોજના વિશેની તમામ માહિતી વિસ્તારપૂર્વક આલેખની અંદર જાણો.

આદર્શ નિવાસી શાળા એડમિશન વર્ષ 2024/25 કે જેના અંતર્ગત ધોરણ 9,10,11 અને 12 ના વિદ્યાર્થીઓને સરકાર તરફથી મફત રહેવા ભણવા અને જમવાનું તમામ સગવડ સરકાર દ્વારા આપવામાં આવશે.

Adarsh Nivasi Shala Admission: યોજનાનો હેતુ

  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અતિ પછાત વર્ગ એસસી અને એસટી માં આવતા વિદ્યાર્થીઓ આ યોજનામાં જોડાઈ શકે છે.
  • માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક કક્ષામાં વધુ સારું શિક્ષણ મળી શકે તે હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે
  • આ હેતુથી ગુજરાત રાજ્યમાં 33 આદર્શ નિવાસી શાળાઓ કે જેમાં માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના અભ્યાસક્રમ વાળી શાળાઓ છે જે હાલમાં કાર્યરત છે.
  • જે શાળાઓ તમામ જિલ્લાઓ ની અંદર છે

આદર્શ નિવાસી શાળા માં પ્રવેશ માટેના માપદંડ

  • પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીએ ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં ઓછામાં ઓછા 50% ગુણ મેળવેલ હોવા જરૂરી છે
  • વિદ્યાર્થીનીઓ માટે 45% ગુણ મેળવેલ હોવા જોઈએ.
  • અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી ફોર્મ ભરી શકે છે
  • વધુ પછાત, અતિ પછાત, વિચરતી વિમુક્ત જાતિના બાળકો
  • અપંગ વિધવા તથા તકતા બહેનોના બાળકોના કિસ્સામાં ગત વર્ષના પરિણામમાં 45% ગુણ મેળવેલા અરજી કરી શકશે.
  • વિદ્યાર્થીની વાલીની આવક 6 લાખ કરતા ઓછી હોવી જોઈએ.

પ્રવેશ માટે મળેલ અરજીઓ મુજબ ગુના આધારે મેરીટ પ્રમાણે તથા સરકારશ્રીના વક્ત વખતના સૂચના પ્રમાણે પ્રવેશ આપવામાં આવશે.

Read More- India Scholarship: ધોરણ 9 થી 12માં ભણનારાઓને મળી રહ્યા છે 20 હજાર રૂપિયા, અરજી શરૂ

Adarsh Nivasi Shala Admission: લાભ

આ યોજનાની અંદર વિદ્યાર્થીઓને શું શું લાભ અને સગવડ અને સુવિધાઓ મળવા પાત્ર થશે.

  • વિદ્યાર્થીઓને જે તે ધોરણનું શિક્ષણ સંપૂર્ણ પણે મફતમાં આપવામાં આવશે 
  • વિદ્યાર્થીઓને ભોજન પણ સંપૂર્ણપણે મફત મળશે.
  • આદર્શ નિવાસી શાળાઓની અંદર રહેતા વિદ્યાર્થીઓને ગણવેશ બુટ મોજા અને સ્ટેશનરી જેવી સુવિધાઓ વિના મૂલ્ય પૂરી પાડવામાં આવશે.
  • આ યોજનાની હેઠળ ધોરણ 9 10 અને 11 12 માં ના વિદ્યાર્થીઓ નવા શૈક્ષણિક વર્ષ દરમિયાન એડમિશન મેળવી અને લાભ લઇ શકે છે.

અગત્યની તારીખો

  • આ યોજનાની અંદર ફોર્મ ભરવાનું ચાલુ 08/05/2024 થી થઈ ગયું છે જે હાલમાં ચાલુ છે.
  • આ યોજનાની અંદર તમે 11/06/2024 સુધી ફોર્મ ભરી શકો છો.

જે પણ વિદ્યાર્થી મિત્રો આદર્શ નિવાસી શાળાઓની અંદર ફોર્મ ભરવા માગતા હોય તે આ અગત્યની તારીખો યાદ રાખે.

ઓનલાઇન અરજી

આદર્શ નિવાસી શાળા ની અંદર એડમિશન લેવા માટે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે કે જે અરજી તમે એ સમાજ કલ્યાણ ની ઓફિશિયલ વેબસાઈટ esamajkalyan.gujarat.gov.in જઈ અને ફોર્મ ભરવાનું રહેશે. આ વેબસાઈટ પર જઈ અને તમારે આદર્શ નિવાસી શાળા ની યોજનામાં જઈ અને તેમાં વિગતવાર માહિતી ભરી અને અરજી સબમીટ કરવાની રહેશે.

વિદ્યાર્થી મિત્રો જો તમે પાત્રતા ધરાવતા હો તો આ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરી શકો છો.

Read More- આધાર કાર્ડ લાવો અને મેળવો 50 હજાર રૂપિયા, સરકાર ગેરંટી વગર આપી રહી છે પૈસા- PM Savnidhi Yojana

1 thought on “Adarsh Nivasi Shala Admission: થકી વિદ્યાર્થીઓને રહેવાનું જમવાનું ભણવાનું તમામ સરકાર તરફથી મફતમાં આપવામાં આવશે”

Leave a Comment

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Scroll to Top